WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પ્રધાનમંત્રી જન ધન યોજના 2022 : જો તમારે જન ધન ખાતું છે તો મળશે લાભ સરકારે કરી જાહેરાત

પ્રધાનમંત્રી જનધન યોજના ( PMJDY ) 2022 :- Pradhan Mantri Jan Dhan Yojana 2022 | પ્રધાનમંત્રી જનધન યોજનાનો ( પીએમજેડીવાય )પ્રારંભ 28 ઓગસ્ટ, 2014 માં થયો હતો. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે પ્રધાન મંત્રી જન ધન યોજના (PMJDY) ભારત સરકારની નાણાંકીય યોજના છે, જેનો હેતુ નાણાકીય સેવાઓ જેવીકે બેંક ખાતાઓ, ઉધાર, ચૂકવણીઓ, વીમા અને પેન્શન વગેરેને સામાન્ય લોકો માટે સરળ બનાવવાનો છે યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ કર્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના બધા પરિવારોને બેંક સુવિધા સાથે જોડવાનો છે.

આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારોને બેંક સુવિધા સાથે જોડવામાં આવી છે.
આ યોજના બે ચરણમાં અમલી બની. જેમાં પ્રથમ ચરણ 15 ઓગષ્ટ, 2014 થી 14 ઓગષ્ટ, 2015 સુધી. અને બીજું ચરણ 15 ઓગષ્ટ, 2015 થી 14 ઓગષ્ટ, 2018 સુધી.

પ્રધાનમંત્રી જનધન ખાતું માહિતી

  • પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દરેક વ્યક્તી પોતાનું ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકશે.
  • ડેબિટ કાર્ડ પણ મેળવી શકશે.
  • પૈસા ની લેવડ દેવડ,પૈસાનું રોકાણ
  • દુર્ઘટના વિમા સહાય અને લોન સહાય જેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના બે ચરણમાં અમલી બની છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા અશિક્ષિત લોકો અથવા ઉંમર લાયક લોકો સરળતાથી આ યોજનામાં જોડાઈ રહ્યા છે. આ યોજના હેઠળ ઉમેદવારોને બેંક દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં પૈસા ની લેવડ દેવડ, પૈસાનું રોકાણ, દુર્ઘટના વિમા સહાય અને લોન સહાય જેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે.
PMJDY 2022ના આઘારે 28 ઓગષ્ટ, 2014 લઈને 2022 સુધી એટલે કે 8 વર્ષમાં 46 કરોડથી પણ વધારે ખાતા ખોલવામાં આવ્યા છે. નાણાકીય ખાતા દ્વારા મળતી માહિતી મુજબ 1.74 લાખ કરોડ રૂપિયા જમાં છે. આ યોજનાની સહાયતાથી 67% ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકો બેન્કિંગ સુવિધા સાથે જોડાઈ રહ્યા છે.

જનધન ખાતાના લાભ શું શું છે ?

  • પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઉમેદવાર ને રૂ.1,00,000 દુર્ઘટના વિમા સહાય આપવામાં આવશે.
  • 26 જાન્યુઆરી, 2015 સુધીમાં ખાતું ખોલવનારાઓને રૂ.30, 000 સુધીની વધારાની વિમા સહાય આપવામાં આવતી.
  • જનધન ખાતું ખોલાવ્યા બાદ 6 મહિને રૂ.5000ની ઓવડ્રાફટની સુવિધા પણ મેળવી શકે છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા મળતી માહિતી મુજબ 29 ડિસેમ્બર, 2021 સુધીમાં 24.61 કરોડ મહિલાઓ આ પ્રધાનમંત્રી જનધન યોજનામાં જોડાઈ છે.
  • આ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ યોજના માટે નારો પણ શરૂ કરવામાં આવેલ છે જે નારો My Account, Fortune Teller એટલે કે ” મેરા ખાતા ભાગ્ય વિધાતા” દ્વારા ચલવવામાં આવશે.
  • બીજા ચરણમાં પેન્શન માઈક્રો ઈન્શ્યોરન્સની સુવિધા શરૂ કરવામાં આવેલ છે આ અંતર્ગત હવે ખાતેદારને લોન સહાય અને પેન્શન સહાય આપવામાં આવશે.

જન ધન ખાતા વિશે ટુંકમાં માહિતી

  • આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
  • આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના બધા પરિવારોને બેંક સુવિધા સાથે જોડવાનો છે.
  • દેશમાં વસવાટ કરતા દરેક જ્ઞાતિના લોકો આ યોજનામાં જોડાઈ શકશે.
  • યોજના હેઠળ દરેક વ્યક્તી પોતાનું ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકશે.
  • સાથે સાથે ડેબિટ કાર્ડ પણ મેળવી શકશે.
  • આ યોજના અંતર્ગત પૈસાની લેવડ દેવડ, પૈસાનું રોકાણ, દુર્ઘટના વિમા સહાય અને લોન સહાય જેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે.
  • 2021 સુધીમાં 24.61 કરોડ મહિલાઓ આ પ્રધાનમંત્રી જનધન યોજનામાં જોડાઈ છે.
  • પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઉમેદવાર ને રૂ.1,00,000 દુર્ઘટના વિમા સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો :- પશુ ખાણદાણ સહાય યોજના 2022 તમારા પશુ માટે મેળવો મફત ખાણ આવી રીતે મેળવો લાભ

આ યોજનાનો લાભ મેળવતા અરજદારની ઉંમર 18 વર્ષ થી 59 વર્ષ સુધીની હોવી જોઈએ.
હવે ઉમેદવારો પોતાના રહેઠાણથી નજીક ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ મળતી વિભિન્ન પ્રકારની સબસિડી ઉમેદવારોના સીધા જનધન ખાતામાં જમા કરવામાં આવશે.

જનધન ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • મનરેગા કાર્ડ
  • મતદાન ઓળખ કાર્ડ
  • રેશન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • વીજળી કે ટેલિફોનનું બીલ
  • જન્મ-વિવાહ પ્રમાણપત્ર અથવા કોઈ સંસ્થાનું પ્રમાણપત્રમાંથી કોઈપણ એક પુરાવો હોવો જોઈએ. કોઈપણ ઓળખપત્ર ના હોય તો ખાતું ખોલાવ્યા પછી એક વર્ષમાં ઓળખપત્ર બેંકમાં જમા કરાવવાની શરતે ખાતું ખોલાવી શકે છે

જનધન યોજના

મહ્ત્વપુર્ણ કડીયો :-

સત્તાવાર વેબસાઈટ Click Here
બીજી યોજના માટે Click Here

 

આ પણ વાંચો :- mParivahan Apk – RTO આધારિત વાહન માહિતી મેળવો તમારા મોબાઈલમાં

Leave a Comment