WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બેટી બચાવો બેટી ભણાવો યોજના 2022, બેટી બચાવો બેટી પઢાવો યોજના

બેટી બચાવો બેટી ભણાવો યોજના 2022 :- બેટી બચાવો નિબંધ pdf । બેટી બચાવો અક્ષર લેખન । બેટી બચાવો બેટી પઢાવો નિબંધ । દિકરી એટલે પિતાને મળેલી ઇશ્વર તરફથી મૂલ્યવાન ભેટ. જે ફક્ત ઇશ્વર જે સાચવી શકે તેને જ આપે છે, દિકરી એટલે… વ્હાલ નો દરિયો. બેટી બચાવો બેટી ભણાવો યોજના – Beti Bachao Beti Padhao  ની શરૂવાત 22 મી જાન્યુઆરી, 2015 ના રોજ હરિયાણામાં પાણીપત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ કરી હતી. આ યોજના થકી દેશમાં થઇ રહેલી ભ્રુણ હત્યા તથા બાળવિવાહ અટકાવવાનો અને તેની સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાળક ના જન્મની નોંધણી, ભ્રૂણહત્યા જેવા કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવશે.

  • આ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં વસવાટ કરતા આર્થિક રીતે પછાત વર્ગના લોકો ની દિકરીઓ ને મફત શિક્ષણ આપવું અને મહિલા લિંગ પ્રમાણમાં વધારો કરવાનો છે

દેશમાં વધી રહેલી બાળક જાતિ પ્રમાણની અસ્થિરતાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા 100 જિલ્લામાં દર વર્ષે બેટી બચાવો બેટી ભણાવો યોજના શરૂ કરવામાં આવી હતી જેને સારો એવો પ્રતિસાદ મળતાં હવે કેન્દ્ર સરકાર દ્વારા વધુ 61 જિલ્લાઓમાં આ યોજના શરૂ કરવામાં આવશે.
બેટી બચાવો બેટી ભણાવો યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયત દર મહિને ગામમાં છોકરા – છોકરીઓ ના લિંગ પ્રમાણના આંકડા ગુડ્ડા – ગુડ્ડી બોર્ડ પર લગાવશે. છોકરાઓ ના પ્રમાણમાં છોકરીઓ ની સંખ્યા ખુબજ ઓછી છે.

બેટી બચાવો બેટી ભણાવો યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દિકરીઓ ને મફત શિક્ષણ આપવું અને તેમના જીવનમાં બદલાવ લાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના થકી દરેક ગ્રામ પંચાયત વર્ષમાં ઓછામાં ઓછી 12 છોકરીઓનો જન્મ દિવસ ઉજવશે અને પંચાયત દરેક છોકરીના જન્મ વખતે પરિવારને ભેટ આપશે.

  • બેટી બચાવો બેટી ભણાવો યોજના થકી દીકરીઓ નું શિક્ષણનું સ્તર ઊંચું લાવવું પરંતુ હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે.

આવુ થવા પાછળનાં ઘણા કારણો છે. સૌથી મોટુ કારણ તો જો દિકરો હોય તો માતાપિતાનાં ઘડપણમાં સહારો બનશે. સાચવશે અને તેમની સેવા કરશે. જ્યારે દિકરી હશે તો પરણી ને તે પોતાના સાસરે જતી રહેશે. એટલે આપણા સમાજમાં દિકરાનું વધુ મહત્વ છે. જયારે દિકરી ને પારકી થાપણ કહેવાય છે એવુ અમુક લોકો માની લે છે.

દિકરીની પાંખો કાપવાની બદલે એટલી મજબૂત બનાવો કે એને પોતાના રક્ષણ માટે કયારેય કોઈ પુરુષની જરૂર ના પડે.
નાનું કુટુંબ સુખી કુટુંબ ના કારણે ઘણા લોકો પેલા પુત્રનો જન્મ થઇ ગયા પછી બિજુ સંતાન ઇચ્છતા નથી. જો પેલા દિકરીનો જન્મ થયો હોય તો બિજી ડીલીવરી કરવા તૈયાર થાય છે, કારણ કે દિકરી તો પારકી થાપણ છે ને. અને વિજ્ઞાનની હરણફાળ પ્રગતિ પછી ભ્રુણમાં જ દીકરો કે દીકરીની તપાસ થવા લાગી અને દીકરીઓની ભ્રુણમાં જ હત્યાઓ થવા લાગી છે. આ હરણફાળ પ્રગતિના કારણે થયેલ ભ્રુણ હત્યા અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે

બેટી બચાવો બેટી ભણાવો યોજના 2022

બેટી બચાવો બેટી ભણાવો યોજનાનો લાભ

  • વહાલી દીકરી યોજના થકી દીકરીને રૂ. 1,10, 000 ની સહાય આપવામાં આવે છે જેમાં દીકરીના જન્મ થી લઈને તેના લગ્ન સુઘીમાં આપવામાં આવે છે.
  • દિકરી ધો. 1 માં પ્રવેશે છે ત્યારે રૂ. 4000,
  • ધો.9 માં પ્રવેશે છે ત્યારે રૂ. 6000
  • દિકરી 18 વર્ષની ઉંમર થાય ત્યારે 1,00,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.

બેટી બચાવો બેટી ભણાવો યોજનાને વેગ આપવાનો, મહિલા લિંગપ્રમાણમાં વધારો કરવાનો, બાળ વિવાહ અટકાવવાનો અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં ખાસ કરીને દિકરીઓ પર થતો બળાત્કાર અટકાવવાનો છે.

જયારે દિકરીનો જન્મ થાય છે ત્યારે તેના માતા – પિતા તેને પારકી થાપણ માને છે પરંતુ એ દિકરી જયારે ઊંચ શિક્ષણ પ્રાપ્ત કરી IAS અથવા IPS જેવી ડિગ્રી પ્રાપ્ત કરે છે ત્યારે તે જ દિકરી બધાને વાલી લાગે છે. પરંતુ હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાઓ બેટી ભણાવો યોજના શરૂ કરવામાં આવેલ છે.

આ પણ વાચો :- mParivahan Apk – RTO આધારિત વાહન માહિતી મેળવો તમારા મોબાઈલમાં

Leave a Comment