WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પશુ ખાણદાણ સહાય યોજના 2022 તમારા પશુ માટે મેળવો મફત ખાણ આવી રીતે મેળવો લાભ

પશુ ખાણદાણ સહાય યોજના 2022 – Pasu Khandan Sahay Yojana 2022 | ગુજરાત સરકાર દ્વારા ખેડુતો અને પશુપાલનના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં એક યોજના છે પશુ ખાણ યોજના ખેડૂત અને પશુપાલનએ એક સિક્કાની બે બાજુઓ છે.  આ થકી ખેડુતો ના હિત માટે ગુજરાત સરકારે ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ શરૂ કરેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત યોજના, પશુપાલન યોજના, ખેતીવાડી યોજના, મત્સ્ય પાલન યોજના અને બાગાયતી ખેતી યોજનાઓ ની ઓનલાઈન અરજી કરી શકાય છે.

ગુજરાત પશુ ખાણદાણ સહાય યોજના નો લાભ

વધુમાં વધુ એક પશુ માટે ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસની દાણની જરૂરીયાતના ૭૫% અથવા વધુમાં વધુ રૂ. 2000 ના મૂલ્યનું ખાણ વસ્તુ સ્વરૂપે – લાભાર્થી ને એક ગાભણ ૫શુ દીઠ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. ગાભણ ૫શુને ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમ્યાન દૈનિક ત્રણ થી ચાર કિ.ગ્રા. પ્રમાણે દાણ આ૫વાનું રહેશે. – ર૫% પ્રમાણે દાણ ૫શુપાલકે પોતે ખવરાવવાનું રહેશે. – કૃત્રિમ બીજદાનથી ફેળવેલ ૫શુને યોજનામાં પ્રાધાન્ય આ૫વાનુ રહેશે. ગુજરાતના 80% જેટલા ખેડૂતો પશુપાલન દ્વારા પોતાનું જીવન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધી રહ્યો છે જે ખૂબજ અગત્યની વાત છે. આ યોજના હેઠળ ગાભણ પશુને પોષ્ટીક આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુ ને 250 કિલો ખાણદાણ સહાય આપવામાં આવશે.

પશુદાણ ખરીદી મુખ્ય બાબતો

  • પશુ ખાણદાણ સહાય યોજના દ્વારા ગુજરાત ના દરેક પશુપાલકો પોતાના વિસ્તારની દૂધ મંડળીમાં રાહત દરે પશુદાણ મેળવી શકશે.
  • આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગાભણ પશુઓને પોષ્ટિક આહાર આપવાનો અને દુધ માં વધારો કરવાનો છે.
  • આ યોજના હેઠળ ગાભણ પશુ ને 250 કિલો જેટલું ખાણદાણ મળવા પાત્ર રહેશે.
  • આ યોજના ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
  • આ યોજના થકી મળતું પશુ ખાણદાણ પશુપાલક વર્ષ દરમિયાન ફકત એક જ વાર મેળવી શકે છે

પશુ ખાણદાણ સહાય મેળવવા માટેની પાત્રતા (Pashu Khandan Yojana Eligibility)

  • પશુ ખાણદાણ સહાય મેળવતા અરજદાર ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • અરજદાર પશુપાલન સાથે જોડાયેલ હોવો જોઈએ.
  • અરજદાર પાસે ગાય, ભેંશ કે અન્ય પશુઓ હોવા જોઈએ.
  • આ યોજના નો લાભ મેળવતા અરજદાર દૂધ મંડળીનાં સભ્ય હોવા જોઈએ.
  • ગાય અને ભેંસ જેવા દુધાળા પશુ અથવા ગાભણ પશુઓને આ યોજના મળવા પાત્ર છે
  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના પશુપાલકો મેળવી શકે છે.

અરજદાર એ આ યોજના માટે i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

  • 1. આધારકાર્ડની નકલ
  • 2. જો ખેડૂત લાભાર્થી S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • 3. જો ખેડૂત લાભાર્થી S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • 5. રેશનકાર્ડની નકલ (Ration Card)
  • 6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • 7. આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
  • 8. કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
  • 9. છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
  • 10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
  • 11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • 12. મોબાઈલ નંબર

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

પશુ ખાણદાણ સહાય યોજના 2022

પશુ ખાણદાણ સહાય વિશેમહત્વપુર્ન કડીયો

પશુ ખાણ સહાય યોજના ઓનલાઇન અરજી
બીજી યોજના માટે અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?

આ યોજના થકી પહેલા અરજદારને 150 કિલો જેટલું પશુ ખાણદાણ આપવામાં આવતું હતું પરંતુ ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા નવા નિર્ણય મુજબ હવે પશુ ને 250 કિલો જેટલું ખાણદાણ આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત ગુજરાતના દરેક પશુપાલકોના દુધમાં વધારો કરવાનો અને ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડુતો માટે આવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.

આ પણ વાંચો :- ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ-ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો માત્ર 5 મિનિટમાં

Leave a Comment