પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારું નામ છે કે નહી આવી રીતે ચેક કરો :- સોથી સારી યોજના કેવાય તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના છે હવે ચેક કરો કે આ યોજનામાં તમારું નામ ચેક કરી જુઓ, પેલા માં કાર્ડ તરીકે ઓળખાતી યોજના PMJAY લિસ્ટ માં તમારું નામ છે કે નહીં એક વાર નામ અચુક જોવું જોઈએ તેના માટે આ આર્ટિકલ્સ લખવામાં આવ્યું છે કે દરેક ને ઉપયોગી થાય.
આયુષ્યમાન યોજની માહિતી
આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana).
આયુષ્યમાન યોજના પેલા માં કાડૅ તરીકે ઉપલબ્ધ હતી હવે સરકારે ફેરફાર કરને આયુષ્યમાન કાર્ડ કરવામાં આવ્યું છે. પેલા કુટુમ્બ દીઠ એકજ કાર્ડ મળતું અને તેમાં 5 સભ્યો લાભ લઇ શકતા હતા હવે વ્યક્તિ દીઠ આયુષ્યમાન કાર્ડ કઢાવી શકાય છે.
આયુષ્યમાન યોજના કોષ્ટક
પોસ્ટ નું નામ | આયુસ્માન યોજના |
ઉદેસ્ય | સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે |
મંત્રાલય | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર |
ઓફીસીઅલ વેબસાઈટ | www.pmjay.gov.in |
આયુષ્યમાન યોજના નામ ચેક કરો
- પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
- હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
- આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
- રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
- લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
- નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.
Ayushman Bharat Yojana | Pradhan mantri Jan Arogya Yojana
લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.
આ પણ વાંચો :- ઇ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો
આયુષ્યમાન વિશે મહત્વપૂર્ણ લિંક
તમારુ નામ ચેક કરવા | અહીં ક્લિક કરો |
May Gujarat | Home Page |