WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સિલેબસ 2024 અને પરીક્ષા પધ્ધતીની સંપુર્ણ માહિતી

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સિલેબસ 2024 અને પરીક્ષા પધ્ધતીની સંપુર્ણ માહિતી :- ગુજરાત રાજ્ય વન ખાતા ના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ના નેજા હેઠળની અલગ અલગ જીલ્લાઓ માં આવેલ કચેરીઓ ખાતે જીલ્લા દીઠ વન રક્ષક વર્ગ :૩ ની ખાલી જગ્યા માટે નિમણૂંક કરવા GSSSB દ્વારા લેવાનાર પરીક્ષા ફેબ્રુઆરી 2024 માં લેવાનું મંડળની વિચારણા હેઠળ છે. જે જિલ્લા સ્તરે પરીક્ષાનું આયોજન કરેલ છે.

વન રક્ષક લેખિત પરીક્ષા

વન રક્ષક વર્ગ :3 ની લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test ) પધ્ધતિથી લેવામાં આવશે . તેમજ આ પરીક્ષા બદલાયેલા નવા અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે . આ બાબતની સૂચના ગુજરાત ગૌણ સેવા મંડળ તરફથી આપવામાં આવેલ છે . જેથી વન રક્ષકની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક તમામ ઉમેદવારો ને જાણ થઈ શકે અને તેઓ પરીક્ષા પધ્ધતિ અને નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની તૈયારી કરી શકે .

પરીક્ષા અને સિલેબસ 2024

Forest Guard Exam Syllabus 2024
વન રક્ષક વર્ગ – 3 સંવર્ગ ની જાહેરાત ક્રમાંક FOREST/202223/1 ની લેખિત પરીક્ષાનો નવો અભ્યાસક્રમ ( Forest Guard Exam syllabus 2024 )

વન રક્ષક પ્રશ્નપત્ર સબંધી અગત્યની માહિતી

  • વન રક્ષક પ્રશ્નપત્ર પરીક્ષામાં 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે .
  • પરીક્ષાનો સમય 2.00 કલાકનો છે.
  • પરીક્ષામાં 4 (ચાર ) વિષયો રાખવામાં આવેલ છે .
  • પરીક્ષામાં પ્રત્યેક ખોટા જવાબના -0.25 માર્ક્સ રાખવામાં આવેલ છે . એટલે કે પ્રશ્નનો ખોટો જવાબ આપવા સામે નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલ છે .

વનરક્ષક અભ્યાસક્રમ | gujarat forest exam syllabus

Subject : (A) General Knowledge           (25% Marks )

  1.  ઈતિહાસ :
  2. ગુજરાતના મહત્વના રાજવંશો ,અસરો અને પ્રદાન ,મહત્વની નીતિઓ ,તેમનું વહીવટી તંત્ર ,અર્થતંત્ર ,સમાજ ,ઘર્મ ,કળા ,સ્થાપત્ય અને સાહિત્ય .
  3. ભારતનો 1857નો સ્વાતંત્ર સંગ્રામ અને ગુજરાત .
  4. 19 મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજીક સુધારા આંદોલનો .
  5. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા .
  6. સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્યોતર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન .
  7. ગુજરાત રાજ્યની સ્થાપનાના ,મહાગુજરાત આંદોલન .
  8. સૌરાષ્ટ્ર ,કચ્છ અને ગુજરાતના દેશી રાજયોના શાશકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિઓ .

2.  સાંસ્કૃતિક વારસો :

  • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળા સ્વરૂપો ,સાહિત્ય ,શિલ્પ અને સ્થાપત્ય .
  • ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા : તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો.
  • ગુજરાતની કળા અને કસબ : સામાજીક અને સાંસ્કૃતિક પ્રદાન .
  • આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ
  • ગુજરાતનાં તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો .
  • વિશ્વવિરાસત સ્થળો (વલ્ડ હેરિટેજ સાઇટ્સ ) ,Gl ટેગ્સ (ગુજરાતના સંદર્ભમાં )

3. ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા (Indian constitution ):

  • આમુખ
  • મૂળભૂત હક્કો અને ફરજો
  • રાજ્ય નીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
  • સંસદની રચના
  • રાષ્ટ્રપતિની સત્તા
  • રાજ્યપાલની સત્તા
  • ભારતીય ન્યાય તંત્ર
  • અનુસુચિત જાતિ ,અનુ .જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ .
  • એટર્ની જનરલ
  • નીતિ આયોગ
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ .
  • કેન્દ્રીય નાણાંપંચ અને રાજયનું નાણાં પંચ .
  • બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ,ભારતનું ચૂંટણી પંચ ,સંઘ લોક સેવા આયોગ ,રાજ્ય જાહેર સેવા આયોગ ,કોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ ,કેન્દ્રીય સતર્કતા આયોગ ,લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય  માહિતી આયોગ વગેરે .
  • વાર્ષિક નાણાકીય પત્રક

4. ભૌતિક ભૂગોળ :

  • વાતાવરણ ની સંરચના અને સંગઠન
  • આબોહવાના તત્વો અને પરિબળો
  • વાયુ સમુચ્ય અને વાતાગ્ર ,વાતાવરણીય વિક્ષોભ ,ચક્રવાત ,જલીય આપત્તિઓ ,ભૂકંપ .
  • આબોહવાકીય બદલાવ

5. ગુજરાતની  ભૂગોળ :

  • ગુજરાતનાં વિવિધ ભૂમિ સ્વરૂપો
  • ગુજરાતની નદીઓ ,પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો .
  • ગુજરાતની સામાજિક ભૂગોળ : વસ્તીનું વિતરણ ,વસ્તી ઘનતા ,વસ્તી વૃધ્ધિ ,સ્ત્રી પુરુષ પ્રમાણ ,સાક્ષરતા ,મહાનગરીય પ્રદેશો ,વસ્તીગણતરી -2011 (ગુજરાતના સંદર્ભમાં )
  • ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ (PVTGs )
  • ગુજરાતની આર્થિક ભૂગોળ : ગુજરાતનીકૃષિ,ઉદ્યોગો ,ખનીજ ,વેપાર અને પરિવહન ,બંદરો વગેરે .
  • ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ .

6. વિજ્ઞાન અને ટેક્નોલૉજી :

  • સામાન્ય વિજ્ઞાન
  • વિજ્ઞાન અને ટેક્નોલૉજી : ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલૉજી  ,ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ ,ઊર્જાના પરંપરાગત અને બીન પરંપરાગત સ્ત્રોતો .

7. પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના પ્રવાહો :

Subject ; (B ) General Mathematics    (12.5 % Marks )

  1. સામાન્ય બૌધ્ધિક અને તાર્કિક ક્ષમતા
  2. તાર્કિક અને વિશ્લેષ્ણાત્મક ક્ષમતા
  3. સંખ્યાઓની શ્રેણી ,સંકેત અને તેનો ઉકેલ
  4. ઘડિયાળ ,કેલેન્ડર અને ઉમર સબંધીત પ્રશ્નો
  5. ઘાત અને ઘાતાંક ,વર્ગ,વર્ગમૂળ ,ઘન મૂળ ,ગુ.સા.અ. અને લ.સા.અ .
  6. ટકા,સાદું અને ચક્રવૃધ્ધિ વ્યાજ ,નફો અને નુકસાન
  7. સમય અને કાર્ય ,સમય અને અંતર ,ઝડપ અને અંતર .
  8. સંભાવના ,સરેરાશ ,ગુણોતર અને પ્રમાણ
  9. માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ

Subject : (C ) Gujarati Language      (12.5 %Marks )

  1. ભાષાકીય જ્ઞાન : ગુજરાતી ભાષા
  2. રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
  3. કહેવાતોનો અર્થ
  4. સમાસ નો વિગ્રહ અને તેની ઓળખ
  5. અલંકાર અને તેની ઓળખ
  6. સમાનાર્થી શબ્દો /વિરુધ્ધથી શબ્દ
  7. શબ્દ સમૂહ માટે એક શબ્દ
  8. સંધિ જોડો કે છોડો
  9. જોડણી શુધ્ધિ
  10. લેખન શુધ્ધિ /ભાષા શુધ્ધિ
  11. ગદ્ય સમીક્ષા
  12. અર્થ ગ્રહણ

Subject (D) Natural Factor Like Environment and ecology (50% Marks )

  1. પર્યાવરણ
  2. પર્યાવરણ ના ઘટકો અને તેનું મહત્વ
  3. પર્યાવરણ ના સંરક્ષણ માં વૃક્ષો અને જંગલોનો ફાળો
  4. માનવીય પ્રવૃતિઓ જેવીકે ખનન ,બાંધકામ અને વસતિ વૃધ્ધિની પર્યાવરણ પર અસરો
  5. પર્યાવરણ અને જૈવ –ભૂ –રાસાયણિક ચક્રો : કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર વગેરે
  • પ્રદૂષણ /ગ્રીન હાઉસ અસર /ગ્લોબલ વોર્મિંગ /આબોહવા પરિવર્તન
  • પ્રદૂષણના પ્રકારો ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો ,ગ્રીન હાઉસ વાયુઓ ,ઓઝોન સ્તરનો ક્ષય ,એસીડ વર્ષા ,આબોહવા પરિવર્તન અને તેની અસરો આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાઓ ,ટકાઉ વિકાસ લક્ષ્યાંકો
  • હવા પાણી અને અવાજનું પ્રદૂષણ ,માનવ સ્વાસ્થ્ય પર અસર ,તથા તેનું નિયંત્રણ અને નિવારણ
  • ઘન કચરો ,ઈ-વેસ્ટ ,બાયો મેડીકલ કચરાનું વ્યવસ્થાપન
  • જંગલો ,વન્ય સંપત્તિ ,અને વન્ય જીવો
  • જંગલોની વિવિધ ઉપયોગીતા અને વિવિધ પડકારો
  • ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકારો
  • ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ
  • સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો
  • ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્વની ઔષધિય વનસ્પતિઓ
  • જંગલ આધારિત ઉદ્યોગો
  • ગુજરાતનાં વન્યજીવો ,દુર્લભ અને ભય ગ્રસ્ત વન્ય પ્રજાતિઓ
  • ગુજરાતના જલપ્લાવિત વિસ્તારો (Wetlands )અને ચેરનાં જંગલો (Mangroves )
  • ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ
  • જૈવ વિવિધતાનાં સંવર્ધન અને સંરક્ષણ માટેનાં વિવિધ પ્રયાસો
  • વન્ય જીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો
  • વિવિધ પ્રજાતિઓનાં સંરક્ષણ પ્રોજેક્ટસ (વાઘ ,સિંહ,ગેંડો ,મગર વગેરે )
  • પ્રવાસી યાયાવર પંખીઓ –ભારત અને ગુજરાતના સંદર્ભમાં
  • સ્વસ્થાને (In situ )તથા અન્ય સ્થાને (Ex situ )સંવર્ધન પ્રયાસો
  • ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો ,અભયારણ્યો અને જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રો
  • વન અને પર્યાવરણ ને લગતી મહત્વની સંસ્થાઓ
  • રાષ્ટ્રીય હરીત પ્રાધિકારણ (National Green Tribunal )
  • વન અને પર્યાવરણ સબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ
  • પર્યાવરણ ને લગતી વિવિધ આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ
  • વન અને પર્યાવરણ ને લગતી વર્તમાન ઘટનાઓ

નોધ :- પરીક્ષા સબંધી સૂચનાઓ અને અભ્યાસક્રમ માળખા વિશે સત્તાવાર વેબ સાઈટ નો અભ્યાસ કરવા વિનંતી છે . નવી સૂચનાઓ માટે પણ મંડળ ની સત્તાવાર ને જોતા રહેવું જરૂરી છે.

Leave a Comment