ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર જાણો કઈ તારીખે પરીક્ષા લેવાશે :- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા થોડા સમય પહેલા ફોરેસ્ટ બીટ ગાર્ડના ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં લગભગ 4 લાખ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી. ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ 3 ની પરીક્ષા ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 8 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફોરેસ્ટ બીટગાર્ડ ની પરીક્ષા લેશે. જેમાં રોજના 50 હજાર ઉમેદવારો આ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષા ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત હોવાથી 7 દિવસ ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે. તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા 11 જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર રાખવામા આવ્યા છે.
વનરક્ષક પરીક્ષા તારીખ જાહેર
આ લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી તારીખ 8મી ફેબ્રુઆરી – 2024ના રોજથી શરૂ કરવામાં આવશે, ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ ગુજરાતના જુદા જુદા જીલ્લા પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાનો સીલેબસ માર્ક્સ સાથે જાહેર કરવામાં આવે છે.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજમાં જવા માટે | અહી ક્લિક કરો |