WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Vodafone Idea ના 82 રૂપિયાના આ પ્લાનમાં મળશે મોટો ફાયદો, જાણો સમગ્ર વિગત

Vodafone Idea નો 82 રૂપિયા વાળો પ્લાન :- Vodafone Idea (Vi)એ તેના ગ્રાહકો માટે થોડા દિવસો પહેલા એક સસ્તો એડ ઓન પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે, જોકે બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે. વોડાફોન આઈડિયાના આ પ્લાનની કિંમત 82 રૂપિયા રાખવામાં આવી છે. Vodafone Ideaના આ પ્લાન સાથે SonyLIV પ્રીમિયમનું મોબાઈલ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ થશે. Vodafone Idea ના આ પ્લાન સાથે ઉપલબ્ધ આ સબસ્ક્રિપ્શન 28 દિવસ માટે હશે.

 

Vi ના 82 રૂપિયા વાળો પ્લાન

82 રૂપિયાના આ પ્લાન સાથે, યુઝર્સ પ્રીમિયમ SonyLIVની ઍક્સેસ સાથે UEFA ચેમ્પિયન્સ લીગ, WWE, Bundesliga અને UFC જેવી રમતોનો આનંદ માણી શકશે. વપરાશકર્તાઓને સ્કેમ 1992, મહારાણી અને ગુલક જેવી અસલ સામગ્રી જોવાની તક પણ મળશે. આ સિવાય યુઝર્સને આ સબસ્ક્રિપ્શન સાથે ઇન્ટરનેશનલ શો જોવાનો મોકો પણ મળશે.

Vodafone Idea ના 82 રૂપિયાના આ પ્લાન

નોંધનીય છે કે, 82 રૂપિયામાં ઉપલબ્ધ SonyLIV પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન માત્ર મોબાઇલ ડિવાઇસ માટે છે. આનો અર્થ એ છે કે આ સબસ્ક્રિપ્શન સાથે તમે ટીવી પર Sony Liv ઍક્સેસ કરી શકશો નહીં. જણાવી દઈએ કે, SonyLIV ના પ્લાનની કિંમત 299 રૂપિયા છે પરંતુ Vodafone Idea યુઝર્સને તે માત્ર 82 રૂપિયામાં મળી રહી છે.

Vodafone Idea plans

Vodafone Ideaના રૂ. 82ના પ્લાનમાં 14 દિવસની વેલિડિટી સાથે 4GB હાઇ-સ્પીડ ડેટા મળશે. આ પ્લાનમાં કોલિંગ અને મેસેજિંગ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ થશે નહીં. જણાવી દઈએ કે, Vodafone Idea પાસે હવે આવા કુલ પાંચ પ્લાન છે જેની સાથે Disney + Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. આ પ્લાનની કિંમત 499 રૂપિયાથી લઈને 3,099 રૂપિયા સુધીની છે.

thumb 1 e1663913817945

ગત મહિને જ, Vi એ રૂ. 98, રૂ. 195 અને રૂ. 319ના પ્લાન રજૂ કર્યા છે, જેની વેલિડિટી 31 દિવસ સુધી છે. થોડા દિવસો પહેલા Vodafone Idea એ રૂ. 107 અને રૂ. 111ના વેલિડિટી વાઉચર્સ રજૂ કર્યા છે જેમાં 200MB ડેટા પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :- 

Leave a Comment