વિકલાંગ લોકોને સહાય યોજના 2022 : Viklang Sahay Yojana Gujarat ગુજરાત રાજ્યના ના ઘણા લોકો અલગ અલગ પ્રકાર ની બીમારી અથવા અકસ્માતો નો ભોગ બની રહ્યા છે. આવા અકસ્માત ના કારણે ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે અને ઘણા વિકલાંગ થઈ સહ્યા છે. જેમાં ઘણા લોકો જન્મથી જ વિકલાંગતા નો ભોગ બની રહ્યા છે અને ઘણા લોકો અકસ્માતના કારણે વિકલાંગ બની રહ્યા છે. વિકલાંગ એટલે લુલા-લંગડા, આંખે આંધળા, બહેરા અને ચાલી ના શકે તેવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
આવા વિકલાંગ લોકો જેમાં ગુજરાત સરકારની ભાષામાં વિકલાંગ એટલે દિવ્યાંગ.
આવા વિકલાંગ લોકો ને પોતાનું બચેલું જીવન પસાર કરવું ખૂબ જ મુશ્કેલીભર્યું થઈ જાય છે. અને ઘણા લોકો આ મુશ્કેલીઓ નો સામનો કરી શકતા ન હોવાથી આત્મહત્યા કરવા ના આરે આવી જાય છે. માટે આવા લોકો ને મદદરૂપ થવા માટે અને આવા લોકો પોતાના અમુક અંગો ગુમાવ્યા છતાં પણ પોતાનું જીવન ખુશી ખુશી વિતાવી શકે તે હેતુ થી ઘણી બધી વિકલાંગ કલ્યાણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
વિકલાંગ ઉમેદવારો પોતાના શરીર ના અંગો ગુમાવા ને કારણે આ વિકલાંગ એટલે કે દિવ્યાંગ લોકો ને ઘણી મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે. માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના વિકલાંગ લોકો ના હિત માટે અલગ અલગ પ્રકાર વિકલાંગ સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
આ યોજના થકી વિકલાંગ લોકોને ત્રણ પૈડાંવાળી સાયકલ, બે પૈડાંવાળી સાયકલ અથવા સિલાઈ મશીન જેવાં સાધનોની સહાય આપવામાં આવે છે
- આ લાભ મેળવતા વિકલાંગ ઉમેદવાર 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ
- સાધન સહાય મેળવનાર વ્યક્તિ વિકલાંગ ઓળખકાર્ડ પણ ધરાવતા હોવા જોઈએ.
- વિકલાંગ ઉમેદવાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- આ યોજના અંતર્ગત વિકલાંગ બાળકોને રૂ. 5,000 સુધીની શિષ્યવૃતિ પણ આપવામાં આવશે.
- ગુજરત સરકાર દ્વારા વિકલાંગો માટે મફત બસ પાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
- વિકલાંગો માટે સંત સુરદાસ યોજના પણ અમલી બની છે.
- આ યોજનાનો લાભ માત્ર એક જ વખત મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?
વિકલાંગો માટે સંત સુરદાસ યોજના
વિકલાંગો માટે સંત સુરદાસ યોજના પણ અમલી બનેલ છે. સંત સૂરદાસ યોજના અંતર્ગત 17 વર્ષથી નીચેની વ્યક્તિ અને 18 વર્ષથી 64 વર્ષની વયજૂથના લોકોને અનુક્રમે માસિક રૂ. 200 અને 400ની સહાય આપવામાં આવે છે. આ સિવાય વિકલાંગ વ્યક્તિઓને ઉચ્ચ શિક્ષણ માટે જેવા કે કોમ્પ્યુટર તાલીમ, મેનેજમેન્ટ વગેરે જેવા ક્ષેત્રમાં ફીની 50% રકમ અથવા તો 2500 રૂપિયા માંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવે છે.
આવા દિવ્યાંગ લોકો માટે ગુજરત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત રાજ્યમાં વસવાટ કરતા દરેક દિવ્યાંગ લોકોને રૂ. 5,000 સુઘી ની સહાય આપવામાં આવે છે.
વિકલાંગ લોકોને રોજગારી મેળવવા તેમજ તેમને મદદ કરવા અનેક અલગ અલગ યોજનાઓ કાર્યરત છે. સૌપ્રથમ વિકલાંગ વ્યક્તિને રોજગારી પ્રાપ્ત કરવા સાધન સહાયની યોજના કાર્યરત છે. જેમાં વિકલાંગોને ત્રણ પૈડાવાળી સાયકલ, બે પૈડાવાળી સાયકલ કે આજીવિકા માટે સિલાઈ મશીન વગેરે જેવી બાબતો પૂરી પડાય છે.
આ સાધન સહાય યોજના માટે તેઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 25, 000થી વધુ ન હોવી જોઈએ તેમજ તેઓ 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ. આ સાધન સહાય મેળવનાર વ્યક્તિ વિકલાંગ ઓળખકાર્ડ પણ ધરાવતા હોવો જોઈએ તેમજ ગુજરાતના વતની હોવા જોઈએ.
જે કુટુંબની આવક રૂ. 50,000 થી વધુ ન હોય અને તેઓના ઘરમાં વિકલાંગ બાળક હોય તો તેઓને ધો. 1થી 7માં રૂ. 1,000 અને ધો. 8ના વિદ્યાર્થીઓને રૂ. 1500 થી 5,000 સુધીની શિષ્યવૃતિ પણ આપવામાં આવે છે.
વિકલાંગોને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી શિક્ષણના ખર્ચ માટે યોજના અમલી બની છે. વિકલાંગોને શિક્ષણમાં સહાય માટે 40% કે તેથી વધુ વિકલાંગતા હોવી જરૂરી છે. ગુજરાતમાં વસતા હોય તેવા વિકલાંગો જેવા કે 40% થી વધુ વિકલાંગતા હોય, 100% દ્રષ્ટિહિન, 100% શ્રવણમંદ જેવા વિકલાંગોને રાજ્ય સરકારની એસટીમાં મફત મુસાફરી કરવાની સુવિધા મળે છે તથા તે વિકલાંગ વ્યક્તિ સાથે મુસાફરી કરનાર કોઈ વ્યક્તિને એસટીમાં 50% રાહત આપવામાં આવે છે.
દિવ્યાંગ બસ પાસ યોજના 2022
વિકલાંગ સહાય યોજના 2022: ગુજરાતમાં સ્થિત નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ લોકો માટે ગુજરાતમાં ચાલી રહેલી એસટી બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાતમાં રહેતા દિવ્યાંક લોકોની મફતમાં મુસાફરી કરવામાં સહાય મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દિવ્યાંગ લોકોએ તેના અભ્યાસ નોકરી ધંધા તેમ જ તેમની મુસાફરી કરવા દરમિયાન આર્થિક રીતે સહાય મળી રહે. આ યોજના હેઠળ દિવ્યાંગ લોકોએ ગુજરાત રાજ્યની સીમાની અંદર આવેલા રાજ્યો માર્ગ પર વિનામૂલ્યે મુસાફરી કરી શકે છે.
ઓફિશિયલ વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in/
આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023
દિવ્યાંગ બસ પાસ યોજના માટેની પાત્રતા (Divyang Bus Pass Yojana Gujarat Eligibility)
- ગુજરાત સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ
- દિવ્યાંગોને પાસ આપવામાં આવે છે જેની માટે જરૂરી પાત્રતા જે નીચે મુજબ આપેલી છે જો આ પાત્રતા સાબિત થાય તો તેમને દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત બસ પાસ યોજના મળવાપાત્ર થશે.
- આ યોજનામાં લાભ લેવા માટે દિવ્યાંગ ધરાવતી વ્યક્તિએ 40% તે નથી કે વધુ દિવ્યાંકા ધરાવતી હોય તો તે વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકે.
- દિવ્યાંગ વ્યક્તિ પાસે દિવ્યાંગ ઓળખકાર્ડ હોવું જોઈએ.