WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Vahali Dikri Yojana in Gujarati | વ્હાલી દીકરી યોજના 2022

Vahali Dikri Yojana in Gujarati | Vahali Dikri Yojana Pdf | વ્હાલી દીકરી યોજના 2022 | વ્હાલી દિકરી યોજના pdf | maygujarat.in વ્હાલી દીકરી યોજનાની માહિતી | વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ

નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર મહેશ નેસડી આજે નવા ટોપીક સાથે ફરી માહીતી આપવા માટે હાજર થયો છું, તો સાથી મિત્રો વ્હાલી દીકરી યોજના માહિતી ધ્યાથી પુર્વક વાંચન કરજો.

અંદાજપત્રમાં વ્હાલી દિકરી યોજના ની જાહેરાત કરવામાં આવી હતી આ યોજના ગુજરાત રાજ્ય ની યોજના છે ( Vahali Dikri Yojana ) માનનીય નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, આ યોજનામાં તમારી દીકરીને 1,10,000 રૂપિયા સુધી મળવાપાત્ર છે તો આ યોજનાનો લાભ કોને મળશે? કેટલી દીકરીઓને મળશે? અને કેવી રીતે મળશે? તેની  બધી જ માહિતી  હું તમને જણાવીશ

Vahali Dikri Yojana in Gujarati

ગુજરાત વ્હાલી દીકરી યોજના 2021

ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની છોકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ 2019 માં વ્હાલી દિકરી યોજના શરૂ કરી છે. રાજ્ય સરકારે ગુજરાતની છોકરીઓ માટે આ યોજના શરૂ કરી છે, જેમાં લાભાર્થીઓને રૂ .110000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે. ગુજરાત સરકારની આ પહેલ અન્ય રાજ્યો માં પણ કરવામાં આવી છે જેવી કે હરિયાણા લાડલી યોજના, કર્ણાટક ભાગ્યશ્રી યોજના, રાજસ્થાન રાજ શ્રી યોજના, મહારાષ્ટ્ર માંઝી કન્યા ભાગ્યશ્રી યોજના, મધ્યપ્રદેશ લાડલી લક્ષ્મી યોજના અને પશ્ચિમ બંગાળ કન્યા પ્રકલ્પ યોજના જેવી જ છે.

ગુજરાત વ્હાલી દીકરી યોજના નો લાભ કોણ કોણ લઇ શકે ? 

  • પરિવારના સંતાનમાં પ્રથમ બે છોકરીઓ હોય એ અરજી કરી શકે છે.
  • 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓ જ આ યોજના નો લાભ લઇ શકે
  • દીકરી ના સમયે માતા ની ઉમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે
  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • બેંક એકાઉન્ટ પાસબુક
  • દીકરી નું જન્મ પ્રમાણપત્ર
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • માતાપિતાની ઓળખનો પુરાવો
  • ફોટોગ્રાફ

ગુજરાત વ્હાલી દિકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી ?  કોને અરજી કરવી? 

  • દીકરી જન્મના ૧ વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની હોય છે

Gujarat Vahli Dikri Yojana 2021: Registration

  • વ્હાલી દીકરી યોજના ના ફોર્મ વિનામૂલ્યે  ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રી ની  કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર અથવા CDPO ( ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિશર  કચેરી) થી મળી જશે.
  • તારીખ 2/8/2019 બાદ જન્મેલી દીકરીઓને કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના ૧ વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની હોય છે
Vahli Dikri Yojana Application Form

જો તમે વ્હાલી દિકરી યોજના ફોર્મ ડાઉંલોડ કરવા માગતા હો તો અહીથી ડાઉંલોડ કરો

 

Downlod Vahali Dikari Yojana Form

Women and Child Development Department, Gujarat

 

Click here

 

  • જન્મના બાદ વધુ માં વધુ 1 વર્ષમાં અરજી કરવી ફરજિયાત  છે .
  • તમારું અરજી ફોર્મ ભરી ને જાણ સેવા કેન્દ્ર અથવા સેવા સેતુ માં પણ જમા કારવાઈ શકશો.

ગુજરાત વ્હાલી દીકરી યોજના વિશે જાણકારી

  • યોજના નું નામ – વ્હાલી દીકરી
  • કોના દ્વારા શરૂ કરવામાં આવી – ગુજરાત સરકાર
  • યોજનાનો પ્રકાર – રાજ્ય સરકારની યોજના
  • યોજના ના ફાયદા – કન્યા બાળજન્મને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવી
  • અરજી નો પ્રકાર – ઓફલાઈન

ગુજરાત વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ

જન્મ ગુણોત્તર સુધારવા, છોકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા, છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળજન્મને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર છોકરીઓના માતા -પિતાને આર્થિક સહાય આપશે. વ્હાલી દીકરી યોજના હેઠળ પરિવારની પ્રથમ અને બીજી પુત્રીઓને પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગુજરાત વ્હાલી દિકરી યોજના 2021 ચોક્કસપણે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવશે, છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપશે અને ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન માટે પૂરતી રકમ આપશે.

  • છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
  • શાળાઓમાંથી છોકરીઓના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો.
  • સમગ્ર રાજ્યમાં છોકરીઓ ના પ્રમાણમાં સુધારો.
  • બાળલગ્ન અટકાવવા માટે

વ્હાલી દીકરી યોજના નો લાભ ત્રણ હપ્તા માં ચુકવવામાં આવશે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.110000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે .

પહેલો હપ્તો

  • દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ સાથે રૂ.4000

બીજો હપ્તો 

  • દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000

ત્રીજો હપ્તો

  • ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે અને લગ્ન કરવા માટે રૂ.100000 ની સહાય મળશે.

 

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ

 

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

આ પણ જરૂરથી વાંચો :- ઇ-શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું અને તેનો લાભ કેવી રીતે મળશે કોણ-કોણ કાર્ડ કઢાવી શકે છે સંપૂર્ણ માહિતી વાંચો

Leave a Comment