સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY ) 2023 :- સૂર્યશક્તિ કિસાન યોજના એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે. આ યોજનાની જાહેરાત 23 જૂન, 2018 માં કરવામાં આવી હતી. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે, આ યોજનાનો પ્રારંભ 2 જુલાઈ, 2018 માં કરવામાં આવ્યો હતો. આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.
સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY )
ગુજરાત સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે.
ગાંધીનગરમાં યોજનાના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સોલર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવા અને તેમની આવકને બમણી કરવા માટે સશક્તિકરણ માટેનું ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો માટે વીજ ઉત્પાદન કરીને આવકવૃદ્ધિ ઊભી કરવાનો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને વળતર આપવામાં આવશે.
સૂર્યશક્તિ કિસાન યોજના સબસિડી
આ યોજના મુજબ, હાલના વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને તેમની લોડ જરૂરિયાત મુજબ સૌર પેનલ આપવામાં આવશે. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતો ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 60 % સબસિડી આપવામાં આવે છે, જેમાં 30 % કેન્દ્ર સરકાર દ્વારા અને 30 % રાજ્ય સરકાર દ્વારા, 35 % લોન આપવામાં આવે છે. આ સાથે ખેડૂતને ૫ ટકા ખર્ચ કરવાનો રહેશે, જ્યારે બાકીનો 35 ટકા ખર્ચ 4.5 થી 6 % જેટલા સસ્તા વ્યાજદરે રાજ્ય સરકાર દ્વારા લોન તરીકે આપવામાં આવશે. આ યોજનાની અવધિ ૨૫ વર્ષ છે.
સૂર્યશક્તિ કિસાન યોજના
પોસ્ટ નું નામ | સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY ) |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
ઉદેસ્ય | ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે. |
ઓફિસિઅલ વેબસાઇટ | https://www.gprd.in/sky.php |
ખેડૂતો આ સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકે છે અને ઉત્પન્ન થયેલ વીજળી ને રાજ્ય સરકારને વેચી પણ શકશે. જે અંતર્ગત પ્રથમ 7 વર્ષ ખેડૂતોએ ઉત્પન્ન કરેલ વીજળીના રૂ. 7 પ્રતિયુનિટ મળશે, જયારે બાકીના 18 વર્ષ સુધી ખેડૂતોઓ એ ઉત્પન્ન કરેલ વીજળીના રૂ 3.5 પ્રતિયુનિટ પ્રમાણે મળશે.
- સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY ) એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે.
- આ યોજના અંતર્ગત ખેડુતોને મળશે મફત વીજળી.
- ખેડૂતો હવે મેળવી શકશે બમણી રકમ.
- યોજના થકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મળશે 60 % સબસીડી.
- 35 % લોન સહાય.
- ઉત્પન્ન થયેલ વીજળી રાજ્ય સરકાર દ્વારા ખરીદવામાં આવશે.
- ખેડૂતોને મળશે દિવસ દરમિયાન 12 કલાક વીજળીની સુવિધા
- આ યોજના 25 વર્ષના સમયગાળા માટે શરૂ કરવામાં આવેલ છે
સોલાર પ્લાન્ટ લગાવવા માટે સહાય
- જ્યારે આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના ખેતરમાં સોલાર પ્લાન્ટ લગાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 35 % ની લોન સહાય આપવામાં આવે છે. આ યોજના 25 વર્ષના સમયગાળા માટે શરૂ કરવામાં આવેલ છે
- સૂર્યશક્તિ કિસાન યોજના 2022 – 2023 હેઠળ રાજ્યના 33 જિલ્લાના 12,400 ખેડૂતોને લાભ મળશે. આ પાઈલોટ પ્રોજેકટથી 175 મેગાવોટ વીજળી ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે આ લક્ષ્યાંક પૂર્ણ થઈ રહ્યો છે.
- રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે રૂ. 870 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ અંગે હવે ખેડૂતોને દિવસ દરમિયાન 12 કલાક વીજળી મળતી થશે.
ખેડૂત વધારાની વીજળી વેચી શકે છે
- ખેડૂતો વધારાની વીજળી રાજ્ય સરકારને વેચી શકે છે. પ્રથમ 7 વર્ષ માટે, સરકાર. રૂપિયાના ખર્ચે વીજળી ખરીદશે. 7 પ્રતિ યુનિટ જ્યારે સરકાર. રૂપિયામાં વીજળી ખરીદશે. આગામી 18 વર્ષ માટે 3.5 પ્રતિ યુનિટ.
- આ યોજનાથી ખેડૂતોને મોટી રાહત મળશે અને વધારાની આવક પણ થશે. ખેડૂતો આગામી 8 થી 18 મહિનામાં રોકાણનો ખર્ચ વસૂલ કરી શકશે.
- હાલમાં, ખેડૂતોને સિંચાઈ હેતુ 8 કલાક વીજળી મળી રહી છે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ બાદ ખેડૂતોને 12 કલાક સુધી વીજળી મળશે.
- રાજ્ય સરકાર દ્વારા ગૂજરાતના સમગ્ર જિલ્લામાં સૌરઊર્જા લાગૂ કરવામાં આવશે, આ યોજના થકી ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ મળશે જેમ કે ખેડૂતો ને મળશે વીજળી બિલમાંથી રાહત, વધારાની વીજળીના વેચાણથી વધારાની આવક
જરૂરી દસ્તાવેજો
- અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
- આધાર કાર્ડ
- નિવાસી પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
સૂર્યશક્તિ કિસાન યોજના મહત્વપૂર્ણ લિંક
ઓફિસિઅલ વેબ સાઇટ માં જવા | અહી ક્લિક કરો |
માય ગુજરાત | હોમ પેજ |