WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બનાવો રજવાડી ઉપમા,ખાવામાં પડે જશે જલશો.

બનાવો રજવાડી ઉપમા : રોજ રોજ એક નો એક નાસ્તો કરી ને કંટાળી ગયા છો તો આજે અપને એક નવા નાસ્તા વિશે વાત કરીશું આ નાસ્તો તમે સરળ રીતે ઘરે થી બનાવી શકો છો અને ઓછા સમય માં તમને મળી જશે નાસ્તો અને તમને ખાવામાં મજા પડી જશે. તો મિત્રો તમે પણ બનવા માંગો છો રજવાડી નાસ્તો તો નીચે આપલે રીત ને વાંચો અને બનાવો ટેસ્ટી નાસ્તો જમો .

બનાવો રજવાડી ઉપમા

જરૂરિ સામગ્રી :

  • એક કપ સોજી
  • એક ચમચી ચણાની દાળ
  • એક ચમચી અડદની દાળ
  • એક ચમચી ચનાની દાળ
  • એક ઝીણી સમારેલી ડુંગળી
  • એક ઝીણું સમારેલું ટામેટુ
  • બે મોટી ચમચી લીલા વટાણા
  • અડધી ચમચી આદુની પેસ્ટ
  • બે ચમચી ઝીણું સમારેલું ગાજર
  • ત્રણ ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ
  • 7 થી 8 કાજુ
  • 8 થી 9 બદામ
  • 8 થી 9 દ્રાક્ષ
  • મીઠા લીમડાના પાન
  • ચપટી હિંગ
  • સ્વાદાનુંસાર મીઠું
  • એક ચમચી દેસી ઘી
  • અડઘા લીંબુનો રસ

બનાવો રજવાડી ઉપમા બનાવવાની રીત :

  • રજવાડી ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, ગાજર, શિમલા મરચા, કોથમીરને ઝીણી સમારી લો.
  • એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.
  • ઘી ગરમ થઇ જાય એટલે એમાં સોજી નાંખો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો.
  • આ સોજીને સતત હલાવતા રહો.
  • સોજી શેકાઇ જાય એટલે એને એક પ્લેટમાં લઇ લો.
  • હવે એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે રાઇ અને હિંગ નાખો.
  • પછી મીઠા લીમડાના પાન, અડદની દાળ, ચણાની દાળ નાખીને શેકી લો.
  • હવે ડુંગળી, લીલા મરચા અને આદુની પેસ્ટ નાંખીને 2 મિનિટ માટે થવા દો.
  • આ મિશ્રણમાં હવે ગાજર, લીલા વટાણા, શિમલા મરચા અને ટામેટા નાખીને થોડી વાર માટે થવા દો.
  • ઉપમાને રજવાડી બનાવવા માટે કાજુ, બદામ અને દ્રાક્ષ નાંખો.
  • દોઢ કપ પાણી નાખો અને ઉકળવા દો.
  • જ્યારે પાણી ઉકળી જાય એટલે એમાં શેકેલી સોજી નાંખો અને લીંબુનો રસ એડ કરો.
  • આ સોજીને 5 થી 7 મિનિટ માટે થવા દો અને મિક્સ કરી લો.
  • કોથમીરથી ઉપમાને ગાર્નિશ કરો.
  • તો તૈયાર છે રજવાડી ઉપમા.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે ,

માહિતી સોઉર્સ https://gujarati.news18.com/

Leave a Comment