WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાયો, 100% મટી જશે ઘુંટણનો દુખાવો જાણો અહીથી માહિતી

ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાયો :- ઘુંટણનો દુખાવો ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો (Joint) કહે છે. ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે.

ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈજા, ખેંચાણ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય, વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયન્મેન્ટમાં તકલીફ થઇ હોય શકે છે. આથી જ યોગ્ય પરિક્ષણ, વ્યક્તિગત જીવનશૈલી જ્યારે જરૂર જણાય તો રક્ત પરિક્ષણ કરી અને નિદાન થાય છે. રક્તમાં રૂમેટોઈડ આર્થરાઈટીઝ ફેક્ટરની હાજરી હોય, યુરિક એસિડનું પ્રમાણ વધુ હોઈ શકે. આ બધી જ બાબતો-ક્લિનિકલ જજમેન્ટ તથા પ્રકૃતિ પરિક્ષણને આધારે ઘૂંટણનાં સોજા, દુખાવા કે ઘસારા માટે ઉપચારક્રમ નક્કી થાય છે.

ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાયો

બરફ લગાવો

  • જો ઘૂંટણનો દુખાવો હોય તો દરરોજ ચાર વખત તમને જે ગોઠણ માં દુખતું હોય અથવા બંને ઘૂટણમાં 15 મિનિટ સુધી બરફ ઘસો. થોડા દિવસ આ ઉપાય કરવાથી તમારા ગોઠણના દુખાવાની તકલીફ ધીરે-ધીરે દૂર થઈ જશે.

ઘુંટણનો દુખાવો મટાડવા પેસ્ટ બનાવો

એક ચમચી હળદર લો, એક ચમચી મધ અને ચપટીભર ચૂનો લેવાનું. આ ત્રણ વસ્તુઓ બરાબર મિક્સ કરી દો. મિક્સ કર્યા બાદ ગોઠણ પર લગાવો. આ ઉપાય રાત્રે સૂતા સમયે જ કરવું. હવે ગોઠણ પર 10 મિનિટ સુધી આ પેસ્ટ વડે માલિશ કરો અને ત્યારબાદ કોઈ કપડું બાંધી દો.આ પેસ્ટ સવાર સુધી રહેવા દો અને સવારે હુફાળા પાણીથી તેને ધોઈ લો. આ ઉપચાર સો ટકા તમારા ગોઠણ ના દુખાવા માટે છે.

ઉભા રહીને પાણી ન પીવું

  • ગોઠણ ના દુખાવા નું સૌથી મોટું કારણ આપણી ઊભા રહીને પાણી પીવાની કુટેવ છે. પાણી તમારે બેસીને જ પીવું જોઈએ અને નિરાંતે પીવું જોઈએ. જેથી ગોઠણનો અને સાંધાનો દુખાવો ન થાય.

સરગવાની છાલનો ઉકાળો

  • સરગવાની છાલને બે ગ્લાસ પાણીમાં નાખી, આ પાણી નો ચોથો ભાગ રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ આ ઉકાળાને પાણીમાં નાખી મિશ્રણ કરી લેવું. ચોખ્ખા કપડા વડે ગાળી લેવું અને પલાંઠીવાળી આ મિશ્રણને ધીરે ધીરે પીવું. આવું રોજ બે વાર કરવાથી તમારો ગોઠણ નો દુખાવો 100% મટી જશે.

પારિજાતના પાનનો ઉકાળો

  • પારિજાતના પાન તમારા ઘુંટણ નો દુખાવો મટાડવા નો રામબાણ ઈલાજ છે. આ માટે 10 થી 12 પારિજાતના પાંદડાં, બે ગ્લાસ પાણીમાં નાખી સારી રીતે ઉકાળી લેવા અને પી જવું. સરગવાના પાનનો ઉકાળો પીધા ના એક કલાક બાદ જ આ પારિજાત ના પાન નો ઉકાળો પીવો અને આ બંને ઉકાળો પીધા બાદ તમારે એક કલાક સુધી કશું જ નહીં ખાવાનું.

સરસવનું તેલ અને સૂંઠ પાઉડર વડે માલિશ કરવી

  • એક વાસણમાં સૂંઠનો પાવડર લો અને સરસવનું તેલ સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને ગોઠણ ઉપર લગાવીને માલિશ કરવી. થોડો સમય માલિશ કર્યા બાદ તેને સાફ કરી નાખવું. આ મિશ્રણ તમારા ઘૂંટણ ના દુખાવાને થોડા જ દિવસોમાં મટાડી દેશે.

લસણ કે લવિંગના તેલ થી માલીશ

  • જો તમને ગુઠણમાં વધારે દુખતું હોય તો લસણનું કે લવિંગના તેલ વડે માલિશ કરવાથી તમારું ગોઠણ અને સાંધાનો દુખાવો મટી જશે. જો તમને ગોઠણના દુઃખાવા માટે બતાવેલા ઉપાય સારા લાગ્યા હોય તો તમારા મિત્રોને પણ આ ઉપાય જણાવશો જેથી તેઓ પણ ગોઠણના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકે.

નોંધ : આપણી તાસીર ને અનુકૂળ આવે તે જ પ્રયોગ કરવો બે દિવસ પ્રયોગ કરી અને જોઈ લેવું જો સારું લાગે તો આગળ પ્રયોગ લંબાવો. તથા તમે જે પ્રયોગ કરો છો તેના વિશે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે

Leave a Comment