તમારા ઘરની ખાલી છતથી કરો કમાણી :હાલ ના સમય માં દરેક વ્યક્તિને મોઘવારી નડે છે આ મોઘવારી થી બચવા માટે લોકો કઈ ને કઈ કામ ની શોધમાં રહેતા હોય છે લોકો જોબ ની સાથે નાનામોટા ઘરેથી ધંધો કરવાનું વિચારતા હોય છે.તો મિત્રો તમારે હવે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી જો તમારે નવા bisiness ની તકો જાણવી હોય તો આ લેખ ને સંપૂર્ણ વાંચો.
તમારા ઘરની ખાલી છતથી કરો કમાણી
તમારા ઘરની ખાલી છતથી કરો કમાણી : આ કમાણી કરવા માટે કોઈ પણ કંપની તમારા ઘર ની છત પર પોતાની કંપની ની જાહેરાત કે કોઈ પણ ઉપકરણ મૂકી સકે છે તેના બદલામાં તમને ભાડું કે કમિસન કે બદલામાં નાણા આપી સકે છે આ માટે ના વિવિધ તકો કઈ છે તેની બધી માહિતી નીચે પ્રમાણે આપેલી છે જે દયાન થી વાંચો.
હોર્ડિંગ્સ લગાવી
તમે તમારા ઘર પર હોલ્ડીંગ લગાવી કમાણી કરી શકો છો જે કંપની ની જાહેરાત માટે હોલ્ડીંગ લગાવ્યું હોય ટે કંપની તમને તેના બદલામાં ભાડું ચુકવતી હોય છે આ માટે જાહેરાત કરતી કંપની નો સંપર્ક કરવો પડે છે તે કંપની ને તમારી જગ્યા યોગ્ય અને પસંદ આવી જોઈએ.
મોબાઈલ ટાવર લગાવી
આ સિવાય તમે તમારી છત પર મોબાઈલ કંપનીનો ટાવર લગાવીને પણ કમાઈ શકો છો. જે કંપનીઓ મોબાઈલ ટાવર લગાવે છે તેના બદલામા નાણા ચૂકવે છે. જો તમે તમારી છત પર ટાવર લગાવો છો, તો તેના માટે તમારે સર્ટિફિકેટ લેવું પડશે
સોલર પ્લાન્ટથી
તમે સોલાર પ્લાન્ટ લગાવીને પણ કમાણી કરી શકો છો. તેનાથી ન માત્ર વીજળી ઉત્પન્ન થાય છે, પરંતુ તમને બિલ ભરવામાં પણ રાહત મળે છે. સોલાર પ્લાન્ટ લગાવીને તમે સારા રૂપિયા કમાઈ શકો છો. તમે વીજળી ઉત્પન્ન કરીને અને તેને વેચીને સારા રૂપિયા કમાઈ શકો છો. પાવર કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા પછી, તમારા ઘરે એક મીટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ મીટરથી જાણી શકાશે કે તમે કેટલી વીજળી વેચી છે. આ બિઝનેસ માટે લગભગ 80,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો