WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ 10 પછી શું કરવું ? આર્ટસ કરવું કે કોમર્સ કે પછી સાયન્સ અહીંથી માર્ગદર્શન મેળવો

ધોરણ 10 પછી શું કરવું ? આર્ટસ કરવું કે કોમર્સ કે પછી સાયન્સ અહીંથી માર્ગદર્શન મેળવો :- ધોરણ 10 પાસ એટલે કે એસએસસી પાસ પછી તમારે કયો કોર્સ કરવો જોઈએ અને તમને એવા પણ સવાલો થતા હશે કે કયા ફિલ્ડ માં જઈશું તો રોજગારની તકો અને ભવિષ્યની અંદર સારા કર્મચારી તથા સારા અધિકારી થઈને ઊભા જઈશું એવા પણ તમારા મનમાં પ્રશ્ન થતા હોય છે જેને ધ્યાનમાં રાખીને આપણે આ પોસ્ટ લખવા માટે આકર્ષાયા છીએ તો આ પોસ્ટ પુરી વાંચો અને પીડીએફ આપેલ છે એ ડાઉનલોડ કરીને તમે વાંચજો અનુમાન કરજો પછી તમને ખ્યાલ આવશે કે કયા કોર્સ કરવા અને કઈ ફિલ્ડ માં સારું રહેશે

ધોરણ 10 પછી શું ?

પોસ્ટનું નામધોરણ 10 પછી શું કરવું
આર્ટીકલ ની ભાષાપ્યોર ગુજરાતી
કેટેગરીએજ્યુકેશન
whatsapp ગ્રુપ માં જોડાવા માટેઅહીંથી જોડાઓ
10 પછી શું

ધોરણ ૧૦ પછી શું ?

ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્‍ય રસ્‍તાઓની વાત કરીએ તો

  • ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ
  • ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ તેમજ અન્‍ય ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ
  • આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ
  • ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ
  • ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ
  • કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્‍યાસ

Career Guidance Gujarat 2023

કારકિર્દી માર્ગદર્શન મા સૌ પ્રથમ આપણે ધોરણ 10 પછી થતા કોર્સની વાત કરીશુ. ધોરણ 10 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11 મા એડમીશન લેતા હોય છે. ધોરન 10 પછી કરી શકાય તેવા કોર્સ નીચે મુજબ છે. Career Guidance Gujarat

  • એંજીનીયરીંગ ડીપ્લોમા
  • ડીગ્રી એંજીનીયરીંગ
  • ફાઇન આર્ટ ડીપ્લોમા
  • આર્ટ ટીચર ડીપ્લોમા
  • આઇ.ટી.આઇ.
  • રેલવે ટીકીટ કલેકટર કોર્સ
  • બેંક ક્લેરીકલ એકઝામ
  • ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક
  • સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર
  • ડીપ્લોમા ઇન ફાર્મ
  • ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ
  • વીવીધ ડીપ્લોમા કોર્સ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર

ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.

સામાન્‍ય પ્રવાહમાં અભ્‍યાસ

  • (૧) આર્ટસના વિષયો રાખીને અથવા (Career Guidance Gujarat)
  • (૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્‍ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્‍કૂલ લે છે અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્‍કૂલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે

ધોરણ ૧૨ કોમર્સ

૧૨ આર્ટસ અને ૧૨ સાયન્‍સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્‍યા કરતાં બમણી સંખ્‍યા ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટની હોય છે. આ વર્ષ લગભગ અઢી લાખ જેટલા સ્‍ટુડન્‍ટ ધોરણ ૧૧ કોમર્સમાં એડમિશન લેશે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ MBA અને http://M.Sc. (TT) http://M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્‍યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.

ધોરણ ૧૨ આર્ટસ

આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્‍ય ધરાવતા અનેક અભ્‍યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્‍ત્ર, સાયકોલોજી, સમાજશાસ્‍ત્ર, ગુજરાતી, હિસ્‍ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્‍યાસ કરી શકાય છે. Career Guidance Gujarat, કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્‍ટુડન્‍ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્‍યાસક્રમ શરૂ થયેલ છે.

Leave a Comment