WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? જુઓ વાવાઝોડું દિશા બદલાણી

Biparjoy Cyclone :- બિપરજોય હાલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના દ્વારકા, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, માંગરોળ, વેરાવળ, કચ્છ, ભુજ જેવા જિલ્લાઓને હાઈ એલર્ટ પણ કરવામાં આવ્યા છે. જ્યારે કચ્છ બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ પણ લગાડવામાં આવ્યું છે. આ વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમિટર, દેવભૂમિ દ્વારકાથી 300 કિલોમિટર, જખૌ બંદરથી 360 કિલોમિટર અને નલિયાથી 360 કિલોમિટર અને પાકિસ્તાનના કરાચી બંદરથી 510 કિલોમિટર દૂર છે.

બિપોરજોય વાવાઝોડાની અપડેટ

બિપોરજોય વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે.

પવન સાથે વરસાદની આગાહી

આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે

દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું

વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડુમ્મસ અને સુવાલી બીચ બંધ કરાયા છે. આ મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંતા કોઈ વ્યક્તિને પણ દરિયાના પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. બીચ પર તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે.

વાવાઝોડું ક્યાં પહોચ્યું

મહત્વપૂર્ણ કડીઓ

હવામાન વિભાગની આગાહિ PDFઅહીં ક્લિક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ Mapઅહીં ક્લિક કરો
લાઈવ Windy માં જોવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment