બનાવો કાબુલી ચણા પુલાવ : દરેક માણસ ખાવા નો શોખીન હોય છે દરેક ને ખાવાના માટે માણસ અત્યારે ઘણું બધું મહત્વ આપે છે આજે આપને વધેલા ચાણા માંથી સરસ પુલાવ કઈ રીતે બનાવીશું કે વિશે બધી જ માહિતી લઈશું જેવી કે કઈ કઈ વસ્તુ ની જરુરુ પડશે કઈ છે પુલાવ બનવા ની રીત વગેરે તો મિત્રો તમે પણ ટેસ્ટ ના શોખીન છો તો આ લેખને સંપૂર્ણ વાંચો અને કાબુલી ચણા માંથી બનેલો પુલાવ બનાવો અને અનહદ ટેસ્ટ નો આનંદ માનો
જરૂરિ સામગ્રી
- એક કપ ચોખા
- અડધો કપ કાબુલી ચણા
- એક ચમચી આદુની પેસ્ટ
- અડધી ચમચી જીરું
- એક તજનો ટુકડો
- બે મોટી ઇલાયચી
- ત્રણથી ચાર લવિંગ
- બે લીલા મરચા
- 8 થી 10 કાળા મરી
- અડધી ચમચી હળદર
- એક લીંબુ
- ત્રણ ચમચી દેસી ઘી
- સ્વાદાનુંસાર મીઠું
બનાવવા ની રીત :
નીચે પ્રમાણે ની રીતથી તમે ટેસ્ટી ચણાનો પુલાવ બનાવી શકો છો.
- કાબુલી ચણા પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ કાબુલી ચણા લો અને એને 6 થી 7 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
- ત્યારબાદ આ ચણામાંથી પાણી કાઢી લો બીજુ પાણી કુકરમાં મુકીને આ ચણા બાફી લો. આમાં તમે વધેલા ચણા પણ લઇ શકો છો.
- એક કડાઇમાં લવિંગ, તજ, કાળા મરી, ઇલાયચીને ગરમ કરીને એક પ્લેટમાં લઇ લો.
- હવે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો.
- ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું, લીલા મરચા અને આદુની પેસ્ટ નાખો.
- હવે આમાં બાફેલા કાબુલી ચણા અને ભાત નાંખો.
- પછી લવિંગ, તજ, કાળા મરી અને ઇલાયચી નાંખો.
- ગેસ બંધ કરી દો અને માઇક્રોવેવમાં મુકી દો.
- બે મિનિટ સુધી થવા દો અને બાઉલ બહાર કાઢીને આમાં લીંબુનો રસ અને મીઠું નાખીને બંધ કરીને ફરીથી માઇક્રોવેવમાં સેટ કરીને મુકી દો.
- તો તૈયાર છે કાબુલી ચણા પુલાવ
- આ પુલાવ તમે કુકરમાં પણ બનાવી શકો છો.
- આ પુલાવ દહીં સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે ,
માહિતી સોઉર્સ https://gujarati.news18.com/