માત્ર 10 મિનિટમાં બનાવો આમળાનો મુખવાસ :તમે બધા પ્રકાર ના મુખવાસ ખાધા હશે પણ આવો મુખવાસ કદી ખાધો નઈ હોય વરિયાળી કે બીજા બધા મુખાવાસ તો બધા ખાતા હોય છે પણ શિયાળા માં આ મુખવાસ ખાવાની મજા આવી જશે જાણો કઈ રીતે બનાવશો આં સ્પેસીઅલ મુખવાસ નીચે તમામ માહિતી આપેલ છે જો તમે પણ તમારા પેટ અને સરીરને સારું રાખવા માંગો છો તો આજે જ ટ્રાય કરો આ મુખવાસ નીચે તમામ મહીતી અને કઈ કઈ સામગ્રી ની જરૂર પડે છે ટે નીચે મુજબ આપેલી છે.
જરૂરિ સામગ્રી :
- એક કિલો આમળા
- 4 ચમચી શેકેલી અજમો
- ત્રણ ચમચી કાળા મરીનો પાવડર
- સ્વાદાનુંસાર સિંધાલુંણ મીઠું
- બે ચમચી સૂંઠનો પાવડર
- એક ચમચી અળસી. અળસી તમે એવોઇડ કરી શકો છો.
બનાવવાની રીત
- આમળાનો મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ આમળાને બે પાણીથી ધોઇને ચોખ્ખા કરી લો.
- પછી આમળાને કોરા કપડાથી લૂંછી લો.
- હવે આમળાને છીણીમાં છીણી લો. આમળા છીણતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે ધારદાર છીણી હાથમાં વાગી ના જાય.
- આમળાની છીણને એક મોટી પ્લેટમાં લઇ લો.
- હવે આ આમળાની છીણમાં થોડુ સિંધાલૂણ મીઠું નાંખો અને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
- આમ કરવાથી આમળામાંથી પાણી છુટી જશે. આ પાણીને એક વાટકીમાં કાઢી લો. આ પ્રોસેસ કરવાથી મુખવાસનો ટેસ્ટ સારો આવે છે.
- હવે આમળામાં સૂંઠ, અજમો અથવા એક ચમચી અજમાનો પાવડર, કાળા મરીનો પાવડર નાંખીને મિક્સ કરી લો.
- હવે હાથમાં લઇને ટેસ્ટ કરી લો અને જો મીઠું ઓછુ લાગતુ હોય તો તમે જરૂર મુજબ સિંધાલુંણ મીઠું નાંખી શકો છો. ખાસ ધ્યાન એ રહે કે મીઠું વધારે ના પડે.
- હવે આ પ્લેટને રૂમ ટેમ્પરેચર પર 4 થી 5 દિવસ માટે એમ જ રહેવા દો. ધ્યાન રહે કે આ મુખવાસ તમારે તડકામાં મુકવાનો નથી.
- 4 થી 5 દિવસ બહાર રાખવાથી આમળા ક્રિસ્પી થઇ જશે.
- તો તૈયાર છે આમળાનો પાવડર.
- આ આમળાને મુખવાસને એર ટાઇટ કાચની બરણીમાં ભરી લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે ,
માહિતી સોઉર્સ https://gujarati.news18.com/