Atal Pension Yojana | અટલ પેન્શન યોજના :- ભારત સરકાર દેશની આર્થિક સ્થિતિને મજબૂતની સાથે સાથે સુરક્ષિત પણ કરવા માગે છે. જે રીતે દેશના મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ માટે એક પછી એક નવી યોજનાઓ લાવી રહી છે ત્યાર બાદ વર્ષોથી ઉપેક્ષાનો ભોગ બન્યા હોવાનો અનુભવ કરનાર દેશના નાગરિકોને લાગી રહ્યું છે કે આ સરકાર દેશના ગરીબ લોકોને પણ સાથે લઈને ચાલવાવાળી સરકાર છે અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગે છે.
અટલ પેન્શન યોજના શું છે ?
Atal Pension Yojana (APY) એ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી પેન્શન યોજના છે. આ અટલ પેન્શન યોજના હેઠળ, ગ્રાહકોને તેમના ફાળાને આધારિત ન્યૂનતમ રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- અને 5,000/- ગેરંટીડ માસિક પેન્શન 60 વર્ષની ઉમરે આપવામાં આવશે.
APY ના સભ્ય કોણ બની શકે ?
ભારતના કોઇ પણ નાગરિક APY યોજનામાં જોડાઇ શકે છે. યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે.
- ગ્રાહકની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- તેમનું બેંકમાં બચત ખાતું હોવું જોઈએ / ખોલાવવું જોઈએ.
- સંભવિત અરજદાર પાસે મોબાઇલ નંબર હોવો જોઈએ અને જેની વિગત બેંકમાં રજીસ્ટ્રેશન સમયે આપવાની રહેશે.
- જે ગ્રાહક આ યોજનામાં 1લી જૂન, 2015 થી 31મી ડિસેમ્બર, 2015 દરમ્યાન જોડાયેલ હોય અને કે જેઓ કાનૂની સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવાયેલ નથી અને ઇનકમ ટેક્સ ભરતા ના હોય, તેઓને સરકાર તરફથી પાંચ વર્ષ સુધી એટલે કે 2015-16 થી 2019-20 સુધી સહ ફાળો ઉપલબ્ધ છે.
1000 રૂપિયાનું ખાતરીબંદ પેન્શન મેળવવા માટે, મારે APY માં કેટલું રોકાણ કરવું પડે ?
પ્રવેશ સમયે ઉંમર |
ફાળાના વર્ષ |
સૂચક માસિક ફાળો |
18 |
42 |
42 |
2O |
40 |
50 |
25 |
35 |
76 |
3O |
3O |
116 |
35 |
25 |
181 |
40 |
2O |
291 |
બધા યોગદાન ગ્રાહકના બેંક બચત ખાતામાથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા માસિક ચૂકવાના રહેશે.