જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023 :- jvaahar nvoday vithalay pravesh pariksha 2023 દરેક શાળા, શિક્ષક અને વાલીગણ માટે એક અગત્યની જાહેરાત આદરણીય શિક્ષકશ્રી તેમજ સર્વે વાલીગણ. સૌને સાદર પ્રણામ આપ સૌ જાણો છો તેમ ચાલુ સાલે ધોરણ- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે
નવોદય વિદ્યાલય વિશે ટુંકમાં જાણીએ
નવોદય વિદ્યાલયની આ પ્રવેશ પરીક્ષામાં જે બાળક સારા મેરીટ સાથે પાસ થઈ પ્રવેશ માટે સિલેક્ટ થાય છે તે બાળકનો ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો ભણવા અંગેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી નિશુલ્ક મળે છે. JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST-2023 જે અંગેના ફોર્મ જવાહર નવોદય વિદ્યાલય સમિતિની ઓફિસિયલી વેબસાઈટ પરથી ભરી શકાય છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પછીના લાભો
જે વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્સા આપીને પાસ થઇને પ્રવેશ મેળવે ત્યારે આ પ્રમાણેના લાભો મળવા પાત્ર છે.
- જેમાં નિવાસી શાળા (હોસ્ટેલ) માં રહેવા – જમવાની સુવિધા
- સ્કૂલ યુનિફોર્મ, ટ્રેકશૂટ, 2 જોડી બુટ – મોજા (સ્કૂલ તેમજ સ્પોર્ટ માટે)
- ન્હાવા ધોવાના સાબુ, બ્રસ, ઉલિયું, તેલ, કોલગેટ, સ્વેટર, ગરમ ધાબળા
- શાળાના અભ્યાસક્રમના પુસ્તકો, નોટબુક – ફુલસ્કેપ ચોપડા, સ્કૂલ બેગ
- ટુંકમાં…તમામ શૈક્ષણિક સ્ટેશનરી
જવાહર નવોદય પ્રવેશ 2023
- શિક્ષણનું માધ્યમ ધોરણ 6 થી જ અંગ્રેજી માધ્યમ (CBSC બોર્ડ) હોય છે.
- દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય આવેલી હોય છે. જ્યાં 40 + 40 એમ કુલ 80 વિદ્યાર્થીઓના કુલ 2 કલાસ કાર્યરત હોય છે.
- એટલે કે દરવર્ષે ધોરણ 5માં લેવાતી આ પ્રવેશ પરીક્ષામાં કુલ 80 વિદ્યાર્થી પ્રવેશપાત્ર થાય છે.
- વિદ્યાર્થી ચાલુ સાલે જે જિલ્લાની જે શાળામાં ધોરણ 5 નો અભ્યાસ કરી રહ્યો હોય તે જ જિલ્લા માટે તે પ્રવેશ પરીક્ષા આપી શકે છે.
- નવોદય વિદ્યાલય પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ભણતા બાળકો માટે 75% સીટો પર પ્રવેશ મળવાપાત્ર છે
- જ્યારે શહેરી વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે 25% સીટો પર પ્રવેશ મળવા પાત્ર છે.
- ઓનલાઈન ફોર્મ માટેની વેબસાઈટ લિંક www.jnvs.in છે.
જવાહર નવોદય પરીક્ષા વિશે માહિતી
- પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, હિન્દી,અંગ્રેજી તેમજ મરાઠી એમ કુલ ચાર ભાષાનું છે. ચાર ભાષા પૈકી કોઈ એક ભાષામાં પરીક્ષા આપી શકાય છે.
- પરીક્ષા કુલ 100 ગુણની લેવામાં આવે છે.જેમાં કુલ 80 પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષાનો સમય કુલ 2 કલાક નો હોય છે.
- 100 ગુણની પરીક્ષામાં 50 માર્કસ તાર્કિક પ્રશ્નોના (જેમાં વિવિધ આકૃતિઓ પૂછાય છે ) 25 માર્કસ ગણિત વિષયના તેમજ 25 માર્કસ ગુજરાતી વિષયના હોય છે.
- javahar navoday vidhyalay exam date 2023 – 29 એપ્રિલ 2023
જવાહર નવોદય પરીક્ષા
ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ | 02/01/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16/02/2023 |
પરીક્ષા તારીખ | 29/04/2023 ના રોજ 11.30 કલાકે લેવામાં આવનાર છે |
પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :- ગમ્મત સાથે ગણિત સીખો,Math Kids@playstore
જવાહર નવોદય પરીક્ષા જરૂરી ડોક્યુમેન્ટની વિગતો
- નિયત નમૂનાના ફોર્મમાં આપેલ સંપૂર્ણ વિગતો ભરી બાળક જે શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યના સહી સિક્કા સાથેનું ફોર્મ. (આ ફોર્મ online ડાઉનલોડ કરવાનું હોય છે)
- વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
- વિદ્યાર્થી તેમજ વાલીની સહિનો નમૂનો.
- વિદ્યાર્થીનું આધારકાર્ડ (ફરજિયાત)
(જે કિસ્સામાં વિદ્યાર્થીનું આધારકાર્ડ ઉપલબ્ધ ના હોય ત્યાં તેના માતા – પિતાનું સરકારશ્રી દ્વારા માન્ય રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે)
જવાહર નવોદય પરીક્ષા જરૂરી કડીયો
ફોમ ભરવા માટે | અહીં ક્લિક કરો |
શાળાના આચાર્યના સહી સિક્કા સાથેનું ફોર્મ. | ડાઉલોડ કરો |
ફોમ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજમાં જવા માટે | અહીં ક્લિક કરો |