WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બેંકમાં રૂપિયા 2000 ની નોટ બદલવા આવનાર વ્યક્તિઓ માટે અગત્યની સૂચના

બેંકમાં રૂપિયા 2000 ની નોટ બદલવા આવનાર વ્યક્તિઓ માટે અગત્યની સૂચના :- મિત્રો હમણાં 2000 રૂપિયાની નોટ બદલવાના લઈને સમાચારો આપણને જોવા મળે છે આપણે હવે જોઈએ કે ₹2,000 ની નોટ કેટલા દિવસ સુધી ચાલશે અને બદલવી હશે તો કેવી રીતે બદલવી અને ક્યાં જઈને બદલવી તેની વિગતવાર માહિતી આપણે આ આર્ટીકલ ની અંદર આપવાના છીએ તો મિત્રો આર્ટીકલ પૂરેપૂરો વાંચો જેથી કરીને તમને માહિતી મળી રહે

₹2,000 ની નોટ બંધના સમાચાર

પોસ્ટ નું નામ2000 ની નોટ બદલવા બાબત
કેટેગરીTrending Updates
નોટ બદલવાની કામગીરી ની શરૂ થવાની તારીખ23.05.2023
નોટ બદલવાની છેલ્લી તારીખ30.09.2023

રૂપિયા 2000 ની નોટ ને લઈને મહત્વના સમાચાર

તાજેતરમાં સમાચાર જાહેરાત મુજબ 2000 રૂપિયાનો નોટ હવે ચલન માં નહિ રહે જેના પગલે હવે બેંકમાં જઈને નોટ બદલી શકો છો ટાઈમ હવે સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ સુધીનું છે જેની દરેક મિત્રોએ નોધ લેવી

નોટ બદલવાની અગત્યની તારીખો

  • બેંકમાં રૂપિયા 2000 ની નોટ બદલવાની કામગીરી શરૂ થવાની તારીખ 23.05.2023 છે
  • રૂપિયા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખ 30.09.2023 છે

બેંકમાં રૂપિયા 2000 ની નોટ બદલવા આવનાર વ્યક્તિઓ માટે અગત્યની સૂચના

  • 2000 ની નોટ બદલવા આવનાર વ્યક્તિને બેંકના સહી સિક્કા વાળો પેપર ટોકન આપવામાં આવશે અને ટોકન માં લખેલ નંબર અનુસાર નોટ બદલી આપવામાં આવશે.
  • પેપર ટોકન મેળવી લીધા પછી વ્યક્તિએ લાઇનમાં ઉભા રહેવાની કોઈ જરૂર નથી.
  • પેપર ટોકન બેંક એ નિર્ધારિત કરેલ સંખ્યા અનુસાર આપવામાં આવશે. પેપર ટોકન નહીં મેળવી શકનાર વ્યક્તિ એ નોટ બદલવા બીજે દીવસે ટોકન મેળવવાનો રહેશે.
  • પેપર ટોકન નહીં ધરાવનાર વ્યક્તિને નોટ બદલી આપવામાં આવશે નહીં.
  • જે તે દિવસે આપેલ ટોકન નંબર તે દિવસ પૂરતો જ માન્ય ગણાશે. ટોકન નંબર મેળવનાર વ્યકિત કોઈ કારણસર જો એ દિવસે નોટ ના બદલાવી શક્યો હોય તો બીજે દિવસે એ વ્યક્તિ એ નવો પેપર ટોકન મેળવી લેવાનો રહેશે અને આગલા દિવસે લીધેલો ટોકન નંબર માન્ય ગણાશે નહિ.
  • નોટ બદલવા આવનાર વ્યક્તિ એ પેપર ટોકન મેળવ્યા બાદ બેંકનું નોટ બદલવા અંગેનું અરજી ફોર્મ લઈને તેમાં નામ, મોબાઈલ નંબર, તેમના ખાતા નંબર, આધાર કાર્ડ ની કોપી તથા બદલવા માટે લાવેલ રૂપિયા 2000 ની તમામ નોટના નંબર ફરજિયાત લખવાના રહેશે.

નોટ બદલવા આવનાર વ્યક્તિઓ માટે ખાસ તકેદારી

  • એક વ્યકિતને રોજના વધુમાં વધુ રૂપિયા 2000 ની 10 નોટ (રૂપિયા 20000 સુધી) બદલી આપવામાં આવશે.
  • રૂપિયા 2000 ની 10 થી વધુ નોટો ધારણ કરનાર વ્યક્તિ એ રોજની 10 નોટ લેખે નોટ બદલાવા ની રહેશે.
  • રૂપિયા 2000 ની નોટ બંદી નો નિર્ણય બેન્કે નહીં પણ સરકારશ્રી એ લીધેલો નિર્ણય છે માટે આ અંગે બેંકના સ્ટાફ સાથે કોઈપણ જાતની દલીલ કે વાદવિવાદ કરવો નહિ.
  • બેંકના સ્ટાફ સાથે અસભ્ય વર્તન કરનાર, બેંક પરિસરમાં અશાંતિ ઉભી કરનાર વ્યક્તિને બેંકના સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ પોલીસને સોંપી દેવામાં આવશે.
  • યાદ રાખો કે સરકારી કામમાં અડચણ ઊભી કરનાર વ્યકિત ને સરકારશ્રીના વર્તમાન કાયદા અનુસાર 3 મહિના થી લઇને 6 મહિના સુધીની જેલ થઈ શકે છે.

મહત્વપૂર્ણ કડીઓ

હોમ પેજમાં જવા માટેઅહીં ક્લિક કરો
અમારી સાથે whatsapp માં જોડાવા માટેઅહીંથી જોડાવું

ખાસ નોંધ લેજો :- મિત્રો આ આર્ટીકલ વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી વાંચીને તથા એનાલિસિસ કરીને લખવામાં આવેલ છે આ આર્ટીકલ માટે અમે કોઈ બાયધરી આપતા નથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓફિસર વેબસાઈટ અથવા અધિકૃત વ્યક્તિનો કોન્ટેક કરવો જેથી કરીને આપને યોગ્ય માર્ગદર્શન મળી રહે થેન્ક્યુ

Leave a Comment