WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વાવાઝોડા સમય દરમિયાન આ પ્રમાણે સાચવેથીના પગલા લો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

વાવાઝોડા સમય દરમિયાન આ પ્રમાણે સાચવેથીના પગલા લો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ :- મિત્રો હાલ ચાલી રહ્યા વાવાઝોડું ના પગલે આપણે બચવા માટે વિવિધ પગલાં લેવા જોઈએ સલામત જગ્યાએ રહેવું જોઈએ અને તમારી જીવન જરૂરિયાત વસ્તુઓ સાથે રાખવી જોઈએ વધુ માહિતી આ પ્રમાણે આપેલી છે જે આપ સંપૂર્ણ વાંચજો જેથી કરીને તમે માહિતગાર થઈ શકો

વાવાઝોડું આવે એ પહેલા શું કરવું ?

 • આવનાર વાવાઝોડાનો ચોક્કસ સમય જાણવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમાચારો સાંભરતા તથા જોતા રહેવું.
 • રેડિયો માટે વધારાની એક બૅટરી પાસે રખવી.
 • મોબાઈલ ફોન અને પાવર બૅન્ક જેવા સાધનો ચાર્જ કરી લેવાં.
 • રેડિયો પરથી પ્રસારિત થતી સુચનાઓ અને ચેતવણીઓ ધ્યાનથી સાંભળવી અને તેનો ચુસ્તપણે અમલ કરવો.
 • અફવાઓ પર ધ્યાન ન આપવું.
 • ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી, વગેરેનો જરૂરિયાત પ્રમાણે સંગ્રહ કરવો.
 • વૃદ્ધો અને બાળકો માટે જરૂરી ખોરાક અને દવાઓની જોગવાઈ રાખવી.
 • બચાવતંત્રે ઘર છોડી દેવા જણવ્યું હોય તો તેનું તાત્કાલિક પાલન કરી તરત જ સલામત જગ્યાએ જતા રહેવું.
 • પીવા માટે શુદ્ધ અને સલામત પાણી વાપરવું.
 • સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓના આશ્રયસ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.
 • ઘરની વીજળીની સ્વીચ બંધ કરવી. વીજળીના થાંભલા, મોટાં વૃક્ષો, મકાનો વગેરેથી દૂર ઊભા રહેવું.

વાવાઝોડા વખતે શું કરવું ?

વાવાઝોડા વખતે નીચે જણાવેલ સાવધાનીઓ રાખવી.

 • વાવાઝોડા સમયે જ્યાં સુધી સ્થળાંતર કરવાની સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર નીકળવું ન જોઈએ.
 • તમારી પાસે વાહન હોય અને તમે બહાર જવા ઇચ્છતા હો, તો વાવાઝોડું શરૂ થતા પહેલાં ઘરે પાછા આવી જવું જોઈએ, કારણ કે વાવાઝોડા સમયે ઘરમાં રહેવું હિતાવહ છે.
 • મકાનના ઉપરના માળે રહેવાનું ટાળો. શક્ય એટલું જમીનની નજીક રહો.
 • માછીમારોએ તેમની બોટ સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ. જૂનાં મકાનો અને બિલ્ડિંગ તેમજ ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળો.
 • પ્લમ્બિંગ કે ધાતુની પાઇપને અડશો નહીં.

વાવાઝોડું પસાર થઈ ગયા બાદ શું કરશો?

 • વાવાઝોડું પસાર થયા પછી નુકસાનગ્રસ્ત મકાનોની અંદર પ્રવેશવાનું સાહસ ન કરવું. જો સ્થળાંતર કરેલું હોય તો નિવાસસ્થાને પરત ફરવા તંત્ર સૂચના આપે પછી જ જવું અને તે કહે તે માર્ગથી જ જવું.
 • તૂટેલા કાચ અને ધારદાર વસ્તુઓથી દૂર રહેવું.
 • સાપ અને જંતુઓથી દૂર રહો અને તેનાથી બચવા મદદ લો. સ્થાનિક અધિકારીઓ અને ઇમર્જન્સી વર્કરની સલાહ માનો.
 • તૂટેલા વીજતાર, મકાનો, થાંભલાથી દૂર રહેવું. રેડિયો અને ટીવી નેટવર્ક “સબસલામત સંદેશ”
 • રાહત બચાવ ટીમોના આગમનની રાહ જુઓ.
 • પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો. માછીમારોએ માછીમારી ફરી શરૂ કરતાં પહેલાં ઓછામાં ઓછા 24 કલાક રાહ જોવી જોઈએ.
 • વહીવટી તંત્રએ આપેલા નંબરો સાચવીને રાખવા અને મદદની જરૂરિયાત હોય ત્યારે તાત્કાલિક તેમનો સંપર્ક કરો.
 • ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવી.
 • રક્તદાન કરવું.

મહત્વપૂર્ણ લિંક

વાવાઝોડુ લાઈવ જોવા માટેઅહીંથી જુઓ
હોમ પેજ માં જવા માટેઅહીં ક્લિક કરો

ખાસ તકેદારી :- મિત્રો દરેકને માહિતી મળી રહે તે હેતુથી વિવિધ માધ્યમો સોશિયલ મીડિયામાંથી આર્ટીકલ વાંચી અને લખવામાં આવેલ છે જે દરેક નોંધ લેવી કોઈ પણ અગલું લેતા પહેલા અધીકૃત વ્યક્તિનો સંપર્ક કરો અથવા જાતે તપાસ કર્યા પછી યોગ્ય પગલા લેવા જય હિન્દ

Leave a Comment