નમસ્કાર મિત્રો આજે નવા ટોપીક સાથે માહીતી આપવા માટે હાજર થઈ છું, તો સાથી મિત્રો આજે વ્હાલી દીકરી યોજના {Vahli Dikri Yojana 2022} વિશે માહિતી આપીશ.
વ્હાલી દિકરી યોજના ગુજરાત રાજ્ય ની યોજના છે, આ યોજનામાં તમારી દીકરીને 1,10,000 રૂપિયા સુધી મળવાપાત્ર છે તો આ યોજનાનો લાભ કોને મળશે? કેટલી દીકરીઓને મળશે? અને કેવી રીતે મળશે? તેની બધી જ માહિતી હું તમને જણાવીશ
ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની છોકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ 2019 માં વ્હાલી દિકરી યોજના શરૂ કરી છે. જેમાં લાભાર્થીઓને રૂ .110000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે.
ગુજરાત વ્હાલી દીકરી યોજના નો લાભ કોણ કોણ લઇ શકે ?
- પરિવારના સંતાનમાં પ્રથમ બે છોકરીઓ હોય એ અરજી કરી શકે છે.
- 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓ જ આ યોજના નો લાભ લઇ શકે
- દીકરી ના સમયે માતા ની ઉમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો
- બેંક એકાઉન્ટ પાસબુક
- દીકરી નું જન્મ પ્રમાણપત્ર
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- માતાપિતાની ઓળખનો પુરાવો
- ફોટોગ્રાફ
ગુજરાત વ્હાલી દિકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી ?
- દીકરી જન્મના ૧ વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની હોય છે
- વ્હાલી દીકરી યોજના ના ફોર્મ વિનામૂલ્યે ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રી ની કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર અથવા CDPO ( ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિશર કચેરી) થી મળી જશે.
- તારીખ 2/8/2019 બાદ જન્મેલી દીકરીઓને કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના ૧ વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની હોય છે
જો તમે વ્હાલી દિકરી યોજના ફોર્મ ડાઉંલોડ કરવા માગતા હો તો લિંક
વહાલી દીકરી યોજના 2022 pdf
|
વ્હાલી દિકરી યોજના વિશે વીડિયો જુઓ
વ્હાલી દીકરી યોજના નો લાભ ત્રણ હપ્તા માં ચુકવવામાં આવશે.
- વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.110000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે .
પહેલો હપ્તો
- દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ સાથે રૂ.4000
બીજો હપ્તો
- દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000
ત્રીજો હપ્તો
- ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે અને લગ્ન કરવા માટે રૂ.100000 ની સહાય મળશે.
યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.