WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Lone Yojana Gujarat

તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Lone Yojana Gujarat | Tabela Loan Yojana in Gujarat | Cow Tabela Loan in Gujarat |આદિજાતિ નિગમ યોજના | Loan For Tabela In Gujarat | લાભાર્થીઓને તબેલા માટેની લોન યોજના દ્વરા રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે

ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2022 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Tabela Lone Yojana Gujarat 2022

યોજનાનું નામ તબેલા માટેની લોન યોજના
યોજનાનો હેતુ ગુજરાતના અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ
તબેલાના હેતુ માટે લોન આપીને જીવન ધોરણ ઉચું લાવી શકાય અને
પગભર બનાવી શકાય છે.
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
Official Website Click Here
અરજી કરવા https://adijatinigam.gujarat.gov.in/gtdcloan

તબેલા લોન યોજના માટેની પાત્રતા

તબેલા લોન યોજના માટે કેટલીક પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ બાબત વિશે થોડું જાણી લઈએ.

  • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈશે.
  • તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
  • કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે.
  • તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.

તબેલા લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ

અરજદારને રૂપિયા 4 લાખ લોન આ યોજના હેઠળ મળશે. આ લોન મંજુર થયા બાદ અરજદારે આ તબેલાનુ બાંધકામ શરુ કરાવી દેવું પડશે.

તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો

Tabela Loan Scheme માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
  • તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

લોન પરત કરવાનો સમય

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે. અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.

લોન માટેની પાત્રતા  : તબેલા લોન યોજના

  • અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • જેમની વાર્ષિક આવક રૂ. 1,20 , 000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.
અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
અહીં લોગિન કરો અહીં ક્લિક કરો
અહીં નોંધણી કરો અહીં ક્લિક કરો

 

Leave a Comment