WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સોમનાથ મંદિરના દર્શન હવે 3D વ્યુમાં કરી શકશે.

 નમસ્કાર મિત્રો આજે આપણે સોમનાથ મંદિર વિશે વાત કરવાની સે તો આ લેખ પુરો વાંચવા આગ્રહ કરુ છું.

ગુજરાતમાં સૌ પ્રથમ સોમનાથ મંદિરના ‘ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્ય’નો પ્રારંભ: ઘરે બેઠા 3D વ્યુમાં દર્શન કરી શકાશે.

Gujarat Somnath Mandir ગીર સોમનાથ જિલ્લાના તાલુકા સૌપ્રથમ વખત સોમનાથ મંદિરના દર્શન હવે શ્રદ્ધાળુઓ 3d વ્યુથી કરી શકશે.  3-Way Digital CAVE VRના માધ્યમથી શ્રદ્ધાળુઓ ઘરે બેઠા સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યાની અનુભૂતિ કરી શકશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરની અદ્વિતીય સ્થાપત્ય કલાનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં “સોમનાથ ટ્રસ્ટ” અને “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ”ના સંયુક્ત પ્રયાસથી ‘વિનાશ પર નિર્માણના પ્રતીક સમાન પ્રભાસ પાટણ સ્થિત “સોમનાથ મંદિર” ના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ વિશેષ ટેક્નોલોજી બિલ્ડીંગ ઈન્ફોર્મેશન મોડલ (BIM) પર આધારિત છે. જેનો ઉપયોગ સંવર્ધન અને પુન: સ્થાપનાની પ્રક્રિયા માટે થઈ શકે છે. આ 3D મોડલ ડિજિટલ મ્યુઝિયમ, વર્ચ્યુઅલ એક્ઝિબીશન, રિસર્ચ, ડિજિટલ પ્રમોશન અને જાળવણી માટે અતિઉપયોગી સાબિત થશે અને જો ભવિષ્યમાં જરૂર ઊભી થાય તો, આ 3D પ્રિન્ટેડ મોડલથી સ્ટ્રક્ચરની પ્રતિકૃતિ સરળતાથી તૈયાર થઈ શકે છે. પેરિસના ‘‘નોટ્રે ડેમ કેથેડ્રલ’’માં આગના બનાવ બાદ તેનું પુનઃ નિર્માણ શક્ય બનવું તે આ ટેક્નોલોજીને જ આભારી છે.

વધુમાં લેટેસ્ટ ટેક્નોલોજીથી એકત્રિત કરેલા ડેટાથી ઓગમેન્ટેડરિયાલિટી (AR) સાથે માહિતીપ્રદ એપ ( App ), વર્ચુઅલરિયાલિટી ( VR )  આધારિત વોકથ્રુએપ (App), 360° વર્ચુઅલ ટૂર અને હાઈ-ક્વોલિટી વીડિયો આઉટપુટ બનાવવામાં આવશે. કોરોના જેવી મહામારીની સ્થિતિમાં ઘરે બેઠેલા લોકો સીધા કનેક્ટ થઈ શકે છે અને પવિત્ર દેવસ્થાનના દર્શન કરી, મંદિરને 3D વ્યુમાં નિહાળી શકશે. નવા તૈયાર કરવામાં આવનાર ડિજિટલ પ્રોજેક્ટની માહિતી અને વીડિયોનો લોકો સીધો જ ઉપયોગ કરી શકશે અને તેના પરિણામે “સોમનાથ મંદિર” વિશે ભારતભરના શ્રદ્ધાળુઓમાં રુચિ વધશે અને મંદિરની પ્રત્યેક માહિતીથી અવગત થશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

ભારતના ૧૨ જર્યોર્તિલિંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિરને આગામી સમયમાં ઘરે બેઠા 3D વ્યુમાં નિહાળીને દર્શન કરી શકાશે. આ સિવાય 3-Way Digital CAVE VRના માધ્યમથી શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બેઠા સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યાની અનુભૂતિ કરી શકશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

Gujarat Somnath Mandir

સોમનાથ ઇતિહાસ

ઇતિહાસમાં અનેક કુદરતી આફતો અને વિદેશી આક્રમણોમાં થયેલા તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ પછી પણ અદ્વિતીય સ્થાપત્ય કલાના નમૂના સમાન આ મંદિર અડીખમ રહ્યું. સમયાંતરે હિન્દુ રાજાઓએ આ તિર્થસ્થાનનો જીર્ણોદ્ધાર કર્યો અને મંદિરના મૂળ સ્વરૂપને જાળવી રાખ્યું. ત્યારબાદ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તથા એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે આ પૌરાણિક જ્યોતિર્લિંગના મૂળ સ્થાને જ મંદિરનું પુનઃનિર્માણ કરવાનું બીડું ઝડપ્યું અને તા.11 મે, 1951ના રોજ ચાલુક્ય શૈલીથી તૈયાર થયેલા ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે પણ આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદષ્ટીને પરિણામ સ્વરૂપે આ સોમનાથ મંદિર તીર્થનો સતત વિકાસ થઇ રહ્યો છે. તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ ઉપર કર લેવાનું કયાં સોલંકી રાજાએ બંધ કર્યું ?

જય જય સોમનાથ

આ પણ વાંચો :- ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ માં ફોર્મ કેવી રીતે ભરવુ સંપૂર્ણ માહિતી

 

 

 

1 thought on “સોમનાથ મંદિરના દર્શન હવે 3D વ્યુમાં કરી શકશે.”

Leave a Comment

સરકારની યોજના માટે હવે સેલ્ફ ડેક્લેરેશન તમારા ગામનો નકશો જુઓ
સરકારની યોજના માટે હવે સેલ્ફ ડેક્લેરેશન તમારા ગામનો નકશો જુઓ