રક્ષાબંધન રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 2023 :- મિત્રો આ વખતે રક્ષાબંધનની તારીખ અને શુભ મુહૂર્તને લઈને ઘણી મુંજવણ છે. આ સાથે આપણે આજે જાણીશું કે રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે અને કેટલો સમય છે. શ્રાવણ મહિનાની પુનમ એટલે રક્ષાબંધન કેટલાક સ્થળોએ રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ બહેનના અતુટ પ્રેમના પ્રતિક સમાન આ તહેવારના દિવસે બહેન ભઈના હાથે રાખડી બાંધે છે.
રક્ષાબંધન શુભ મુહૂર્ત 2023
રક્ષાબંધન તારીખ 30 ઓગસ્ટ 2023ના દિવસે સવારે 10:59એ શ્રાવણ સુદ પૂનમ શરૂ થાય છે. આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેની હકીકત જાણીએ તો કારણ નીકળે છે કે વૃશ્ચિકી ભદ્રાની છેલ્લી ઘડીએ ત્રણ ઘડી જ ત્યાજય ગણાય છે, જેથી 30 ઓગસ્ટ સવારે 11 વાગ્યા પછી તમે રક્ષાબંધન ઉજવી શકો છો.
30 ઓગસ્ટ 2023 રક્ષાબંધન શુભ મુહૂર્ત
raksha bandhan 2023 muhurat
- સવારે 11:05 થી 12:40
- બપોરે 03:50 થી 05:25
- સાંજે 05:25 થી 06:59
જો શાસ્ત્ર જ અનુસરવું હોય અને ભદ્રાનું સંપૂર્ણ રીતે પાલન કરતા હોવ તો 30 ઓગસ્ટ રાતે 09:00 વાગ્યા પછી રાખડી બાંધવી તે મુહૂર્ત 31 ઓગસ્ટ સવારે 07:30 વાગ્યા સુધીનું છે.
રાખડી બાંધવાની શાસ્ત્રીય પદ્ધતિ
- રાખડી બાંધવા માટે ભાઈએ હંમેશા પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ તરફ રાખવું જોઈએ.
- રાખડી બાંધતી વખતે, ભાઈઓએ તેમના માથા પર રૂમાલ અથવા કોઈ પણ સ્વચ્છ કપડું રાખવું જોઈએ.
- ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને પછી ચંદન અને રોલીનું તિલક લગાવો.
- તિલક લગાવ્યા પછી અક્ષત લગાવો અને આશીર્વાદ તરીકે ભાઈ પર થોડા અક્ષતનો પણ છંટકાવ કરો.
- આ પછી, દીપમાંથી આરતી ઉતાર્યા પછી, બહેન અને ભાઈ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવો.
- ભાઈએ કપડા, ઘરેણા, પૈસા કે અન્ય કોઈ ભેટ આપીને બહેનને સુખ જીવનની શુભેચ્છા પાઠવી જોઈએ.
આ માહિતી તમને પસંદ આવી હોય તો આ માહિતી તમે તમારા મિત્ર સુધી પહોંચાડી શકો છો