ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, ક્યાં વિસ્તારમાં વરસાદ થશે જુઓ :- તારીખ 4 માર્ચ થી લઈને 6 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે, માવઠાની આગાહીના કારણે ખેડુતોની ચિંતા વધારો થયો છે.થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવે તો વધુ નુકસાન થાય કારણ કે થંડર સ્ટોમમાં પવનની ગતી તેજ હોય છે. ભારે પવનના કારણે કેરીનો પાક ખરી પડે છે. આર્થિક રીતે નુકસાન થાય તેમ છે.
ખેતરના પાકોને નુકસાન
માવઠાની અસર ને કારણે ખેતરમાં શિયાળુ પાક તૈયાર થઇ ગયો છે. માવઠું થાય તો પાકને ઘણા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે. તેમજ બાગાયતી પાકને પણ નુકસાન થવાની ચિંતા છે. કેરીનો પાક પણ તૈયાર થઇ ગયો છે. માર્કેટમાં કેરીની આવક શરું થઇ ગઇ છે.
માવઠું ક્યાં વિસ્તારોમાં થશે
- માવઠાની આગાહી 4 માર્ચના દાહોદ , વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને કચ્છમાં વીજળી સાથે વરસાદ થશે.
- 5 માર્ચના પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. આ દિવસે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી,ભાવનગર અને કચ્છમાં માવઠું થવાનુ અનુમાન છે.
- 6 માર્ચના પણ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર માવઠુ થશે
માવઠાની આગાહી
ભર ઉનાળે વરસાદી વાતાવરણ સર્જાયેલું છે.
અન્ય જિલ્લામાં વાતાવરણ સુકૂં રહેવાનુ અનુમાન છે. 5 માર્ચના પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે.
બાકીના બીજા જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયેલું જોવા મળી શકે છે
બનાસકાઠાના અંબાજી ખાતે વરસાદ નોંધાયો છે.