WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2023

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2023 :- શું તમારે મતદારયાદીમાં ચુંટણીકાર્ડ સુધારો કરાવો છે તો આ માહિતી તમારા માટે છે, આપે સાંભળ્યું હશે કે હાલ 27/10/23 થી 9/12/23 સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલે છે. અને શનિવાર/રવિવારે એટલે કે 5 અને 26 નવેમ્બર, 2 અને 9 ડિસેમ્બર આ ચાર દિવસ મતદાન મથક ખાતે તેની ખાસ ઝુંબેશ છે. તો તેના અનુસંધાને મતદાર યાદી અને તેના મહત્વ વિશે પ્રાથમિક માહિતી મેળવીએ.

મતદાર યાદીમાં નામ હોવાથી શું થાય ?

જ્યારે પણ આપણે વોટ કરવા જઈએ ત્યારે ત્યાં બૂથ પર રહેલ પોલિંગ ઓફિસર પોતાની પાસે રહેલ મતદારયાદીમાં આપણું નામ ચેક કરે છે. જો આપણું નામ મતદાર યાદીમાં હોય તો જ આપણે વોટ કરી શકીએ. એટલે વોટ કરવા માટેની બેઝિક જરૂરિયાત છે કે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે.

મતદાર યાદીમાં નામ ન હોય તો વોટ કરી શકાય નહીં અને કોઈ વ્યક્તિ ચૂંટણી લડી પણ શકે નહીં.

મતદાર યાદીમાં નામ કોણ દાખલ કરવી શકે ?

1/1/2024 એ જેમના 18 વર્ષ પૂર્ણ થતાં હોય એટલે કે 1/1/2006 પહેલા જેમનો જન્મ થયો હોય તે યુવા વર્ગ મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકે. ટૂંકમાં 18 વર્ષથી ઉપરની ઉંમર ના લોકો.

પ્રથમવાર નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર – 6 ભરવાનું હોય છે.

ચૂંટણી કાર્ડ શું છે ?

મતદારયાદીમાં નામ દાખલ થાય એટલે આપણને એક યુનિક નંબર વાળું કાર્ડ મળે છે. એ જ ચૂંટણી કાર્ડ (એપિક કાર્ડ).

આપણા ચૂંટણી કાર્ડમાં મતદાર નોંધણી અધિકારી એટલે કે નાયબ કલેકટરની સહી હોય છે. પણ ઘણીવાર એવું બને કે ચૂંટણી કાર્ડ હોય પરંતુ તમે મતદાર યાદી માંથી નામ કમી કરાવી નાખ્યું હોય, તો વોટ આપી શકાય નહીં. સામાન્ય રીતે વોટ આપવા માટે આપણે ચૂંટણી કાર્ડ લઈને જતા હોઈએ છીએ.

ચૂંટણી કાર્ડમાં કોઈ પણ ભૂલ હોય કે કોઈ માહિતી અપડેટ કરવી હોય તો કરી શકાય ?

હા, એકવાર મતદાર યાદીમાં નામ આવી ગયું અને ચૂંટણીકાર્ડ મળી ગયા બાદ તમે તેમાં તમારો લેટેસ્ટ ફોટો, સરનામું, જન્મતારીખ, વગેરે સુધારી શકો છો.

આ માટે આપે ફોર્મ નંબર -8 ભરવું પડે.

કોઈના લગ્ન થઈ ગયા હોય તો શું એ જ કાર્ડના નંબર સાથે નવું કાર્ડ બની શકે ?

હા, જ્યાં લગ્ન કરીને ગયા હોઈએ ત્યાં નવા સ્થળે ફોર્મ 8 ભરવાથી આપનું નામ જુના સ્થળ માંથી નવા સ્થળે શિફ્ટ થઈ જશે. એટલે કે હવે તમે નવા સ્થળે વોટ આપી શકશો.

કોઈનું મૃત્યુ થયું હોય તો શું કરવું ?

જે પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમના સગા વ્હાલાએ તે વ્યક્તિનું મતદારયાદી માંથી નામ કમી કરવું જોઈએ.

એ માટે મૃત્યુના પ્રમાણપત્ર સાથે આપના બૂથ લેવલ ઓફિસર ( BLO) નો સંપર્ક કરીને ફોર્મ નંબર 7 ભરીને મતદારયાદી માંથી નામ કમી કરવું જોઈએ. આમ કરવાથી મતદાર યાદી સ્વચ્છ બને છે. અને એક જાગૃત નાગરિક તરીકેની આ ફરજ છે.

શું પાનકાર્ડની જેમ ચૂંટણીકાર્ડ આધાર સાથે લિંક થઈ શકે ?

હા, ફોર્મ 6B ભરીને તમે ચૂંટણી કાર્ડ આધાર સાથે લિંક કરી શકો છો. આ કામ ઘર બેઠા Voter Helpline App દ્વારા પણ થઈ શકે છે. આમ કરવાથી આપના નામે અન્ય કોઈ કાર્ડ ચાલતા હોય તો તે બ્લોક થઈ શકે અને આપનું ચૂંટણી કાર્ડ વધુ સુવિધાવાળું અને સુરક્ષિત બની જાય છે.

પરંતુ આ બધા સુધારા માટે સંપર્ક કોનો કરવો ? ક્યાં જવું ?

સૌ પ્રથમ આપ આપના વિસ્તરના BLO ( બૂથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરી શકો. BLO એ આ બાબતે પાયાનો અધિકારી છે. આપને ચૂંટણી કાર્ડ લગત જે પણ કંઈ કામ હોય તે BLO મારફતે થઈ શકે. ઉપરાંત આપ આપના તાલુકાની મામલતદાર ઓફીસ કે ડેપ્યુટી કલેકટર ઓફીસની ચૂંટણી શાખાનો પણ સંપર્ક કરી શકો છો. અને કલેક્ટર ઓફીસની ચૂંટણી શાખનો પણ સંપર્ક કરી શકાય

કોઈ ઓફીસ કે BLO ને મળ્યા વિના સુધારા વગર કે નવું કાર્ડ થઈ શકે ?

હા, આપ ઘર બેઠા ઓનલાઈન માધ્યમથી એ બધા જ ફોર્મ ભરી શકો છો જે BLO ભરી આપે.
આ માટે આપ VOTER HELPINE APP ડાઉનલોડ કરી શકો. અથવા www.nvsp.in વેબસાઈટ પરથી પણ ડાયરેકટ એપ્લાય કરી શકો છો.

નવું ચૂંટણી કાર્ડ કે સુધારેલું કાર્ડ કેવી રીતે મળે ?

હવે નવા સુધારા મુજબ આપને નવું કે સુધારેલું કાર્ડ આપના આપેલા સરનામાં પર પોસ્ટ દ્વારા ઘરે જ મળશે. હવે કોઈ સેન્ટર કે ઓફીસ પરથી કાર્ડ મળશે નહીં. ડાયરેકટ હોમડિલિવરી. એટલે જ સરનામું સાચું અને પૂરું હોવું ખૂબ જરૂરી છે.

મતદાર સુધારણા અને ઝુંબેશ એટલે શુ ?

સામાન્ય દિવસોમાં આપે ચૂંટણી કાર્ડ સબંધી કાંઈ કામ હોય તો BLO નો સંપર્ક કરવો પડે કે તાલુકા ઓફીસ પર જવું પડે. પણ ઝુંબેશના દિવસે દરેક BLO પોતાના મતદાર મથક પર જ વિવિધ ફોર્મ્સ સાથે બેઠા હોય છે. આથી આપ આપના ઘરની નજીક જ આ સુવિધાનો લાભ મેળવી શકો છો. અને આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થતી હોય છે.

અહીં મતદાર યાદીમાં નામ દાખલ કરવું, કંઈ પણ સુધારો કરવો કે નામ કમી કરવું તે બધું જ સરળ રીતે થઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયાને મતદારયાદી સુધારણા કહે છે.

હાલ ખાસ ઝુંબેશ દિવસો કયા છે ?

  • 5 નવેમ્બર અને 26 નવેમ્બર
  • 2 ડીસેમ્બર 9 ડિસેમ્બર

Leave a Comment