WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મતદારયાદીમાં નામ દાખલ કરવા શું કરવું ? | Matdar Yadi Name Add

Voter Registration 2022 :- મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે શું કરવું તેના વિશે માહિતી મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં-૬ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.

યાદી માં નામ ઉમેરવા માટે scaled

Matdar Yadi Name Search Gujarat મતદાર યાદીમાં નામ દાખલ કેવી રીતે કરાવવું તેના વિશે માહિતી મેળવીશું જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવું . વિધાનસભાનુ નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઈ લેવું.
અપલોડ કરવામાં આવનાર તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.

મતદારયાદીમાં નામ દાખલ કરવા શું કરવું ?

નામ, અટક, સંબંધિનુ નામ – ( પિતા અથવા પતિ નુ નામ ) સંબધનો પ્રકાર – (પિતા/ અથવા પતિ ) ,જન્મ તારીખ – વિગેરે
તમામ વિગતો પુરાવામાં હોય તે મુજબ જ સાચી લખવી

ચૂંટણી કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ

જન્મ તારીખ ,નામનુ પુરાવો – જન્મનો દાખલો/ એલ.સી./પાનકાર્ડ/પાસ પોર્ટ/આધાર કાર્ડ ( લગ્ન પછીના કિસ્સામાં મેરેઝ સર્ટી અથવા જેમાં પતિનુ નામ સાથે ચાલતો તેવો ઉપરોક્ત પૈકીનો એક પુરાવો વધારાનો સાથે જોડવો )

રહેઠાણનો પુરાવો – હાલનું પોતાના અથવા પોતાના ફેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ, (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત),

ફોટો-, ( પાસપોર્ટ સાઈઝ ફોટો જોડવો ) ( સેલ્ફી ફોટો મુકવો નહી )

કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચુંટણી કાર્ડનો નંબર ફેમીલી ડિટેલસ માં ફરજિયાત લખવો ,

અગાઉના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ અથવા તેનુ નંબર જો અગાઉ બનાવેલ હોય તો ડેકલેરેશનમાં ફરજિયાત લખવુ.
બે જગ્યા ચૂંટણી કાર્ડમાં નામ ધરાવવો ગેરકાયદેસર છે . જેથી પહેલા જુની વિધાનસભા કચેરીમાંથી અથવા જુના રહેણાંક વિસ્તારના BLO (બુથ લેવલ ઓફિસર) પાસે થી નામ કમી કરાવીને જ નવી જગ્યાએ ફોર્મ ભરવુ. અથવા જુનો વોટીંગ કાર્ડ નમ્બર ફરજિયાત ઓનલાઈન ફોર્મમાં દર્શાવવુ.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક –

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો
બીજી યોજના વિશે માહિતી માટે અહિં ક્લિક કરો

 

ઓફલાઈન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે-

૧- અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું.
૨- આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.

ફોર્મ -૬ ડાઉનલોડ કરવા માટે લિંક

ડાઉનલોડ કરવા માટેની લિંક ફોર્મ ૬

Leave a Comment