WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કુંવરબાઇનું મામેરું યોજના 2023

કુંવરબાઇનું મામેરું યોજના 2023 :- Kuvar Bai Nu Mameru Yojana કુંવરબાઇનું મામેરું યોજના વિશે જાણકારી મેળવીએ કુંવરબાઇનું મામેરું યોજનાનો પ્રારંભ 20 ઓક્ટોબર, 1995 માં થયો હતો. આ યોજનાનો મુખ્ય ઉ્દેશ્ય અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે રૂ. 10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.જેમાં દીકરીનેનવા સુધારેલ દર પ્રમાણે 12 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે.

કુંવરબાઇનું મામેરું યોજના 2023 | Kuvar Bai Nu Mameru Yojana

યોજના નું નામકુંવરબાઇનું મામેરું યોજના
યોજનાનો મુખ્ય ઉ્દેશ્યઉ્દેશ્ય અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય આપવામાં આવે છે
સહાય ની રકમ12000/
ઉંમરકન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ ની હોવી જોઈએ.
કુંવરબાઈનું મામેરું યોજના 2023

મામેરું યોજના 2023

દિકરી એટલે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ
ભેગુ થાય ને આકાશમાં હેલી ચડે ને
વાદળી બંધાઈ જે આનંદ વરસે
એનું નામ “દીકરી”

Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023


આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્ન સમયે વાલીની આવક ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. 1,20,000 /- અને શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000 /- ની હોવી જોઇએ. આ યોજના થકી પહેલા રૂ. 5000 ની સહાય આપવામાં આવતી, પરતું કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની આર્થિક રાશિ વધારવામાં આવી છે. જેમાં રૂ. 2000 દિકરીના માતા – પિતાને અને રૂ. 3000 કિસાન વિકાસપત્રના રૂપમાં દિકરીને આપવામાં આવતી હતી, પરંતુ નવા નિર્ણય મુજબ હવે રૂ. 12,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના

  • તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવી કન્યાઓ ને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ 12,000/- રૂપિયા મળશે.
  • તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- રૂપિયા મળવાપાત્ર રહેશે.
  • ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઘણા સમયથી ચાલી રહી છે. આ યોજના થકી મળતી રાશિ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ( DBT ) દ્વારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ કોને મળવા પાત્ર છે

  • આ યોજનાનો લાભ ફક્ત પછાત વર્ગની કન્યાઓને આપવામાં આવે છે.
  • ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જોઈએ અને આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને મળવા પાત્ર છે.
  • પરિવારમાં ઓછામાં ઓછી ત્રણ દીકરીઓ હોય તો ફક્ત એક જ દીકરી આ લાભ મેળવી શકે છે
  • કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત મળતી આર્થિક સહાય લાભાર્થી ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • લગ્ન થયેલી દીકરીને આ યોજના હેઠળ ફક્ત એક જ વાર આ સહાય આપવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના અરજી

  • સૌપ્રથમ તમે કુંવરબાઈનું મામેરુ યોજના ની અરજી કરવા માટે ઈ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જાવ
  • https://esamajkalyan.gujarat.gov.in/
  • જો તમે નવા યુઝર છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો તમે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરી લો
  • ત્યારબાદ તમારા રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આઈડી પાસવર્ડ લોગીન કરી લોગીન કરી લો
  • ત્યારબાદ તમારે કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ખુલશે તેમાં તમારે તમારું માહિતી સાચી ભરવાની રહેશે
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને સબમિટ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજીને કન્ફર્મ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો

કુંવરબાઈનું મામેરું યોજના ક્રાઇટ એરીયા

  • આ યોજનાની સહાય મેળવવા માટે લગ્ન પછી તરત 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
  • દીકરીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
  • ગ્રામીણ વિસ્તારમાં કન્યાના લગ્ન કરાવતી વખતે પરિવારની વાર્ષિક આવક 1,20,000 /- વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.1,50,000 /- વધુ ન હોવી જોઈએ.
  • લગ્ન સમયે દીકરીની ઉંમર 18 વર્ષ અથવા 18 વર્ષ ઉપર ની હોવી જોઈએ.
  • યોજના સહાય મેળવવા માટે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ ની હોવી જોઈએ.
  • કુંવરબાઇનું મામેરું યોજના ગુજરાત સરકાર દ્વારા દિકરીના લગ્ન સમયે રૂ. 12,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાને મંગળસૂત્ર યોજના પણ કહેવામાં આવે છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને આ કુંવરબાઇનું મામેરું યોજના ની સહાય આપવામાં આવે છે જે પહેલા રૂ.10,000 આપવામાં આવતા પરંતુ નવા નિર્ણય મુજબ વધારીને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.
  • કુંવરબાઇનું મામેરું યોજના ને મંગળસૂત્ર યોજના પણ કહેવામાં આવે છે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

ઉપયોગી લિંક

કુવરબાઈનુ મામેરુ યોજના ની વેબસાઈટWebsite
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મpdf ડાઉનલોડ કરો
કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબરઅહી ક્લિક કરો

Leave a Comment