WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Kisan Parivahan Yojana 2022 | કિસાન પરિવહન યોજના

Kisan Parivahan Yojana 2022 @ Kisan Registration | કિસાન પરિવહન યોજના :- Mal Vahak Vahan Yojana | Kishan Parivahan Yojana Online Registration | કિસાન પરિવહન યોજનાની માહિતી । ikhedut portal subsidy |  માલ વાહક વાહન યોજનામાં કુલ 75,000 સુધી સબસીડી મળવાપાત્ર

Kisan Parivahan Yojana 2022

Kisan Parivahan Yojana subsidy

 

કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં અવનવી પદ્ધતિ અપનાવીને પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં આવે છે. આ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા ખેતીવાડી વિભાગની કિસાન પરિવહન યોજના વિશે વાત કરીશું. Kisan Parivahan Yojana નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે, અને લાભ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી મેળવીશું.

Kisan Parivahan Yojana 2022

ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે નવી-નવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. જે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર ખેડૂત યોજના ઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી APMC પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડેલ છે.

  • ખેડૂતોને માલવાહક વાહન માટે સરકાર તરફથી સહાય આપવા માટે યોજના બનાવવામાં આવી છે જેમાં 50થી 75 હજાર રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
પાંચ વર્ષમાં એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે.

યોજનાના લાભ

યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.
આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :- E-Sharam Card Online Apply | E-Sharam In Gujarati | ઇ-શ્રમ કાર્ડ

અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે
ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)
આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
આ યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.
આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :- 

Manav Kalyan Yojana 2022 | માનવ કલ્યાણ યોજના 2022

Atal Pension Yojana | અટલ પેન્શન યોજના ૨૦૨૨

2 thoughts on “Kisan Parivahan Yojana 2022 | કિસાન પરિવહન યોજના”

Leave a Comment