WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કિસાન ક્રેડીટકાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana 2022

ભારત દેશ ખેતી-પ્રધાન દેશ છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે આપણે કેંદ્ર સરકારની કિસાન ક્રેડીટકાર્ડ યોજના 2022 યોજના વિશે માહિતી આપીશું. Kisan Credit Card Yojana 2022 દ્બારા ખેડૂતોને લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કેવી રીતે મળે, ક્યા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તે વિશે વધુ માહિતી મેળવીશું.

કિસાન ક્રેડીટકાર્ડ યોજના 2022

કિસાન ક્રેડીટકાર્ડ યોજનાનો લાભ કોને મળે?

  • બધા ખેડૂતો-વ્યક્તિગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે.
  • ભાડૂત ખેડૂતો, મૌખિક પત્તેદારો અને ભાગમાં પાક લેનારાઓ.
  • ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી)

કિસાન ક્રેડીટકાર્ડ યોજનાનો કેટલો લાભ મળે?

  • ૫ વર્ષ માટે આ ક્રેડીટ સુવિધા મંંજુર કરવામાં આવે છે.
  • સરકારશ્રી ધ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેક્ટર દીઠ નક્કી કરેલ દર થી ખરીફ ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબાગાળાના પાક માટે લાંબાગાળા પાક ધિરાણ મળે છે.
  • રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં લીધેલ પાક ધિરાણ શૂન્ય ટકાના વ્યાજદરથી પાક ધિરાણ મળે છે એટલે કે સરકારશ્રી તરફથી ૭ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છે.
  • આ સબસીડી મેળવવા માટે નિયત તારીખ પહેલા લોનની ભરપાઈ કરવી પડે છે.
  • ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદી શકે છે.
  • કિસાન ક્રેડીટ કાર્ડમાં રૂપે કાર્ડની સુવિધા આપવામાં આવે છે.

 

 કિસાન ક્રેડીટકાર્ડ યોજના માટે ડોક્યુમેન્ટ

  • અરજીફોર્મ
  • ખેતીની માલિકી હક્કના પુરાવા- ૭/૧૨, ૮-અ ના ઉતારા તિમજ પત્રક ૬ વિગેરે.
  • ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ,આધારકાર્ડની નકલ,ડ્રાઈવિંગ લાયસન્સ,પાનકાર્ડ , લીઝ કરાર.

 

કિસાન ક્રેડીટકાર્ડ યોજના માટે અરજી ક્યાં કરવી?

જાહેર ક્ષેત્રની કોમર્શીયલ બેંકો, ખાનગી બેંક અને સહકારી બેંકો ધ્વારા અમલમાં.

કિસાન ક્રેડીટકાર્ડ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા લિંક

કિસાન ક્રેડીટકાર્ડ ફોર્મ ડાઉનલોડ કરો
બીજી યોજના માટે અહિં ક્લિક કરો

 

આ પણ વાંચો :- Gujarat Government Announcement | સરકારની યોજના માટે હવે સેલ્ફ ડેક્લેરેશન

Leave a Comment