ગુજરાતમાં સરકારની યોજનાને લઇને રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામાની જરૂર નથી. લોકોને સેલ્ફ ડેક્લેરેશન કરવું પડશે. મને કોઇએ કીધું કે, સોગંદનામાના બહાને ઓફિસ બહાર 300-500 રૂપિયા લેવાય છે. આથી હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા. કલેક્ટરને પણ આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપી છે. આગામી 15 દિવસમાં કલેક્ટર પણ આ મામલે કાર્યવાહી કરશે.’
સરકારની યોજના માટે હવે સેલ્ફ ડેક્લેરેશન
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એવાં નિર્ણયો લીધા છે કે જેમાં પહેલાં આપણે સોગંદનામા કરવા પડા હતા, મને કોઇએ કીધું હતું કે, હજુ પણ કલેક્ટર ઓફિસની બહાર અથવા તો નર્મદા ભવનમાં ત્યાં કેટલાંક લોકો સોગંદનામું કરવું પડે એમ કહીને 300 રૂપિયા-500 રૂપિયા લે છે. પણ હવેથી સોગંદનામા કરવાના નથી. આ નિર્ણયને માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રીએ અનુમતિ આપી દીધી. જેનાથી લાખો લોકોને ફાયદો. ગુજરાત સરકારની યોજનાની અંદર કરવામાં આવતા સોગંદનામા હવે નાબૂદ થયા છે.
Read More :- તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Lone Yojana Gujarat