WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ-ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો માત્ર 5 મિનિટમાં

ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો ઓનલાઈન ફોર્મ :- સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે દરેક વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં, તમારે પહેલા શીખનારનું લાઇસન્સ (Learning licence) મેળવવુંં ફરજિયાત છે લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

Learning licence માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Learning Licence in Gujarat

ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓ ના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે.જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર થી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે

લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આ 5 પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે.

1. એપ્લિકેશન વિગતો ભરો.(Fill Application details. )
2. દસ્તાવેજો અપલોડ કરો.(Upload Documents)
3. ફોટો અને સહી અપલોડ કરો.(Upload Photo and Signature.)
4. LL(Learners Licence) ટેસ્ટ સ્લોટ બુકિંગ.(LL Test Slot Booking.)
5. ફી ચુકવણી.(Payment of Fee)

ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સના પ્રકાર

ભારતના દરેક અન્ય રાજ્યની જેમ, ગુજરાતમાં પણ, તમે જે વાહનનો ઉપયોગ કરવા માગો છો તે પ્રમાણે તમારે ડ્રાઇવિંગ લાયસન્સની શ્રેણી માટે અરજી કરવાની જરૂર છે. પસંદ કરવા માટે નીચેની ત્રણ શ્રેણીઓ છે

ગિયર વગરના ટુ-વ્હીલર માટે ડ્રાઇવિંગ લાયસન્સ: જો તમે મોટરસાઇકલ અથવા સ્કૂટર ચલાવવા માંગતા હો કે જેમાં ગિયરનું મેન્યુઅલ ઓપરેશન ન હોય, તો તમારે આ પ્રકારના DL માટે અરજી કરવાની જરૂર છે.
હળવા મોટર વાહનો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ: આ ડ્રાઇવિંગ લાયસન્સની કેટેગરી છે જેના માટે તમારે ગીયર સાથે ટુ-વ્હીલર અથવા કાર, એસયુવી અથવા એમપીવી જેવા હળવા મોટર વાહન ચલાવવાની યોજના હોય તો અરજી કરવી જોઈએ.

વાહનવ્યવહાર વાહનો માટે જારી કરાયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ

જો તમે માલસામાન અથવા મુસાફરોનું પરિવહન કરતા ભારે મોટર વાહનો ચલાવવા માંગતા હો, તો તમારે આ પ્રકારનું DL મેળવવાની જરૂર છે.
Learners Licence એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક પૂર્ણ ભર્યા બાદની પ્રક્રિયા.(Driving License online apply in Gujarat)

દસ્તાવેજો અપલોડ કરો(Driving License online apply in Gujarat).

  • ફોટો અને સહી અપલોડ કરો(Driving License online apply in Gujarat).
  • LL. ટેસ્ટ સ્લોટ બુકિંગ.( Computer પરીક્ષા માટે)(Driving License online apply in Gujarat)
  • ફીની ચુકવણી (Driving License online apply in Gujarat)

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના માપદંડ

  • 50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની
  • ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને માતાપિતા ની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
  • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
  • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ.
  • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat learning

licence આવી જાય પછી શું કરવું?

  1. તમારી પાસે learning licence આવી જાય તેના એક મહિના પછી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. (Driving Skill test). learning licence ની મર્યાદા ૬ મહિનાની હોઈ છે તમે ૬ મહિના ની અંદર અને એક મહિના પછી ગમે ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. અને જો learning licence ની મુદત પૂરી થઈ જાય તો તમારે ફરીથી બધી procces કરવી પડશે અને ફી પણ ફરીથી ભરવી પડશે.
  2. learning licence આવ્યા ના એક મહિના બાદ તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે appointment લેવાની રહેશે.
  3. અને જે તારીખ તમને appointment માં આવેલી હોઈ તેજ દિવસે તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTO માં જવાનું રહેશે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા અને તમારું learning licence પણ લઈ જવાનું રહેશે. ત્યાં તમે RTO એ બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે અને પછી verify થયા બાદ તમે ટેસ્ટ માટે ડ્રાઈવિંગ ટ્રેક પર મોકલશે. અને પછી તમારે નિયમોનુસાર ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે.
  4. જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં પાસ થાવ છો તો ૧ મહિના ની અંદર પાકું ડ્રાઈવિંગ લાયસન્સ તમારા એડ્રેસ પર પહોંચી જશે.
  5. જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં નાપાસ થાવ છો તો તમારે ફરીથી ટેસ્ટ આપવી પડશે appointment લઇને.
  6. ફરીથી ટેસ્ટ આપવામાં માટે તમારે રૂ. ૩૦૦ ઓનલાઇન ભરવાના રહેશે.

લર્નિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ,LC,લાઈટબીલ,LIC પોલિસી,જન્મ પ્રમાણપત્ર
  • વગેરે.
  • અરજી પત્રક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી નો ફોટો

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ધ્યાન માં રાખવા જેવી બાબતો

૧) HSRP વાળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. તેના વગર ટેસ્ટ આપવા ની મંજુરી નહીં મળે.

  • જો તમારી પાસે HSRP વાળી નંબર પ્લેટ નથી તો તમે આ રીતે અરજી કરી શકો છો

૨) હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ તમારે સાથે લઈ જવાનું રહેશે

૩) જે ગાડી માં તમે ટેસ્ટ આપવાના છો તેમાં બંને બાજુ અરીસા હોવા ફરજિયાત છે.

૪) ગાડી માં indicator ચાલુ હોવા જરૂરી છે.

Learning licence માટે અરજી

ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in

 

ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ માંથી ‘Driver/Learners License’ નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ નવું પેજ ઓપન થાય તેમાં પ્રથમ ઑપ્સન ‘Apply For Learner License’ નો ઑપ્સન સિલેક્ટ કરો અને બીજા પેજમાં Continue પર ક્લિક કરો.
  • નવા પેજમાં તમારી કેટેગરી અને જિલ્લો સિલેક્ટ કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP એન્ટર કરીને ‘Authenicate With Sarathi’ પર ક્લિક કરો.
  • હવે Next પેજમાં જે ફોર્મ ખુલે એમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ લાયસન્સ નો પ્રકાર સિલેક્ટ કરો અને ઓનલાઈન ફી ભરો.
  • છેલ્લે માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.

લાયસન્સ ઓનલાઈન ફોર્મ FAQ

ઓનલાઈન લાયસન્સ ફોર્મ ભરવા માટેની વેબસાઈટ કઈ છે?

લર્નિંગ લાયસન્સ માટેની ઓફિશિયલ વેબસાઈટ www.sarathi.parivahan.gov.in છે.

લર્નિંગ લાયસન્સ કેટલા મહિના માન્ય રહેશે?

લર્નિંગ લાયસન્સ 6 મહિના એટલે કે 180 દિવસ વેલીડ ગણાય છે.

લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ?

Leave a Comment