WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હવામાન વિભાગની આગાહી જુઓ બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું

બિપોરજોય વાવાઝોડાની આગાહી : ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે કે પાકિસ્તાન તરફ ફંટાઇ જશે તેના તરફ લોકોની મીટ મંટાઇ રહિ છે. ગુજરાત પર અગાઉ વાયુ, તૌકતે જેવા વાવાઝોડા આવે ઘણુ નુકશાન પહોંચાડી ચૂક્યા છે ત્યારે આ બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધે છે કે પછી તેની દિશા બદલે છે તે મહત્વનુ બની રહે છે. ત્યારે ચાલો જાણીએ આ અંગે હવામાન વિભાગની શું આગાહિ છે અને વાવાઝોડાના સંભવિત જોખમને લઇ ને તંત્ર એ શું તૈયારીઓ કરી છે.

અરબ સાગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ‘સાયક્લૉનિક ઍક્ટિવિટી’ જોવા મળી રહી છે. અરબ સાગરમાં ધીમે-ધીમે વાવાઝોડું જોર પકડતું જઈ રહ્યું છે. હાલ વાવાઝોડું આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને અંતિમ અપડેટ અનુસાર તે ગુજરાતના પોરબંદરથી દક્ષિણ-પૂર્વ દિશામાં 480 કિલોમીટરના અંતરે છે.

Dwarka Update: દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાના કારણે લોકોને સતર્ક રહેવા માટે સૂચના અપાઇ છે. બિપોરજોય વાવાઝોડાનો ગુજરાત પર ખતરો વધતો જાય છે. ત્યારે દ્વારકા, પોરબંદર, વેરાવળમાં સૌથી વધુ અસર થવાની સંભાવના છે.

  • પોરબંદર, કચ્છ અને જામનગરમાં પવનની તીવ્રતા વધી

બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું

બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ સિવિયર સાયકલોન બની રહ્યું છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા માટે ચિંતાના સમચાર સામે આવી રહ્યા છે. હાલમાં બિપોરજોય વાવાઝોડુ દ્વારકાથી 530 કિમી દૂર છે. તેમજ સતત દિશા બદલી રહેલા વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે જોવા મળી રહી છે. વાવાઝોડું 9 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું છે. અરબી સમુદ્રમાં દક્ષિણ – પશ્ચિમ પોરબંદર તરફ વાવાઝોડાની ગતિ છે. તેમજ 24 કલાકમાં વાવાઝોડાના લેન્ડફોલની દિશા ખબર પડશે. આ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના છે.  આગામી 36 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. 

બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકારીઓ અને કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા સૂચના આપવામા આવી છે. આવનારા વાવાઝોડા ની સંભવિત અસર ને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. ત્યારે વાવાઝોડું 12 જૂન બાદ કરાંચી તરફ ફંટાઈ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકિનારે અસર કરી શકે છે. વાવાઝોડાને કારણે દરિયાકિનારાના વિસ્તારોમા ભારે પવન ફુંકાશે. દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પણ પડવાની અગાહિ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન

વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કર્યું છે કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું ભયાનક બનશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન ફુંકાશે અને વાવાઝોડાથી અરબ સાગર ખળભળી ઉઠશે.

બિપોરજોય વાવાઝોડું હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે તેવી શક્યતાઓ છે. ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 890 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ બિપોરજોય વાવાઝોડાથી તમામ બંદરો પર ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

લોકોનુ સ્થળાંતર

પાછલા વર્ષો દરમિયાન આવેલા તૌકતે દરિયાઈ વાવાઝોડાને કારણે સોમનાથ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના ઘણા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ. તંત્ર તરફથી દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમા સર્વે કરી આશ્રસ્થાનો અને શેલ્ટર હોમની યાદિઓ કરી લેવામા આવી છે. જરૂર જણાયે જરૂરિયાત વાળા લોકોનુ ત્યા સ્થળાંતર તાત્કાલીક કરવામા આવશે. ત્યારે જિલ્લા અને તાલુકા મથકે વાવાઝોડાની આગાહિ ને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડાની આગાહી

મહત્વપૂર્ણ કડીઓ

હવામાન વિભાગની આગાહિ PDFઅહીં ક્લિક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment