દવા છાંટવા બેટરીવાળો પમ્પ સહાય યોજના 2023 :- કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ને જે યોજના ના ફોર્મ ભરવાના ચાલુ થયા હોય તે સરકારની વેબસાઈટ આઇ ખેડુત પર ઉપલબ્ધ હોય છે ખાસ કરીને આપણે આર્ટીકલ ની અંદર બેટરીવાળો દવા છાંટવા માટેનો પંપ યોજના વિશે વાત કરવાના છીએ. જોઈએ કે આ પંપ કેટલામાં આવશે અને સબસીડી કેટલી મળશે તેના વિશે વાત કરીએ.
ખેડૂતોને પાક સંરક્ષણ માટે દવા છંટકાવનો પંપ સબસીડીના આધારે પૂરો પાડવો
લાભાર્થી
ગુજરાતના તમામ ખેડૂતો
સહાયની રકમ
16 થી વધુ લિટર કેપેસીટી ધરાવતા પંપ માટે અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ,નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી સહાય અને અન્ય તમામ લાભાર્થીઓને રૂ. 8૦૦૦/- ની સહાય
વેબસાઈટ
ikhedut.gujarat.gov.in
Pump Sahay Yojana 2023
યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
Battery Operated Spray Pump Sahay Yojana મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પંપ સહાય યોજનામાં કેટલી મળશે સહાય?
8 થી 12 લિટર કેપીસીટીવાળા પાવર સંચાલિત નેપસેક પમ્પ અને પાવર સંચાલિત તાઇવાન પમ્પ જાતિવાર સહાય નક્કી થયેલી છે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, મહિલા, નાના, સીમાંત ખેડૂતોને રૂ. 3100/- સુધી સહાય મળશે. તથા અન્ય લાભાર્થીઓને રૂ.2500/- સહાય મળશે.
12 થી 16 લિટર કેપીસીટીવાળા પમ્પમાં એસ.સી/એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ. 3800/- સુધી સહાય મળશે અને અન્ય લાભાર્થીઓને રૂ.3000/- સુધી સહાય મળશે.
16 થી વધુ લિટર કેપેસીટી Power Spray Pump અને Power Tiava Sprayer Pump અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના ખેડૂતો, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10000/- અને, અન્ય લાભાર્થીઓને રૂ.8000/- ની સહાય મળશે.
બેટરી પંપ સહાય યોજનામાં અન્ય સ્કીમના લાભો
AGR-2
પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 50% અથવા રૂ. 3000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
RKVY- Control of PBW, WG & FAW
50 % અથવા રુ.3000 ની મર્યાદામાં જે ઓછુ હોય તે લાભ મળશે.
AGR-14
પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે.
AGR-3
ખેડૂતોને આ સ્કીમમાં પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
AGR-4
આ સ્કીમમાં પાવર સંચાલિત સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
જમીનની નકલ 7-12
અરજદારનું રેશનકાર્ડની નકલ
આધારકાર્ડની નકલ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ કઢાવેલ હોય તો
વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
બેંક ખાતાની પાસબુક
બેટરી પંપ સહાય યોજનામાં કેવી રીતે અરજી કરવી?
અરજદારે સૌપ્રથમ ‘Google” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવું.
“ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ પાક સંરક્ષણ ના ઘટકો તેના પર ક્લિક કરો.
જેમાં ક્રમ નંબર-1 પર “પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત” માં પર ક્લિક કરવાની રહેશે.
જેમાં પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીતની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
જો લાભાર્થી ખેડૂતેએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
મહત્વની તારીખો
તા: 07/08/2023 થી 06/09/2023 સુધી સુધી Online Application કરી શકશે. આ ફોર્મ વહેલા તે પહેલા ધોરણે રહેશે જો તમારો તાલુકા નહિ બતાવે તો તમારા તાલુકાની અંદર ફોર્મ પૂર્ણ થઈ ગયેલ હશે જેની નોંધ લેવી