ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન :- ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયાના ભાવ સાથે ગુજરાત સરકારે શરૂ કરેલો સેવાયજ્ઞ એટલે કરુણા અભિયાન. આ યોજના ગુજરાતની વન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. કોઈ પક્ષી જીવ ન ગુણાવે તે માટે રાજ્ય સરકારનો શ્રેષ્ઠ અભિગમ એટલે Karuna Abhiyan 2023. ઉત્તરાયણ પર ઘવાયેલાં પક્ષીઓની સારવાર માત્ર અગાઉ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ચાલુ કરેલ છે.
કરુણા અભિયાન
- Karuna Animal Ambulance -1962
- Animal Helpline Gujarat
- Animal Helpline Number 1962
- Animal Helpline Number Gujarat Government
- Save Bird Helpline Number
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ નંબર
ગુજરાત સરકારના નાયબ પશુપાલન નિયામક દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 બહાર પાડવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સનું સમગ્ર સંચાલન 108 GVK EMRI, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા મુંગા પશુઓને ઈજા કે રોગ માટે તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ચાલુ કરેલ છે
ઈજા પામેલા પશુઓની તાત્કાલિક સારવાર
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ઈજા પામેલા પશુઓની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હેલ્પલાઈન માટે લિંક જાહેર કરેલ છે. આ હેલ્પલાઈન લિંક માનવરહિત છે. જેમાં Reply Auto થાય છે. તમારી આસપાસ કોઈપણ વન્યજીવન સંબંધિત મુદ્દા માટે જેમ કે બચાવ માટેની વિનંતી, પશુ મૃત્યુના વળતર માટેની અરજી અથવા કોઈપણ વન ગુનો વગેરેની સૂચના આપવા માટે ઉપયોગ કરી શકાય છે.
પક્ષી હેલ્પલાઈન નંબર | 1962 |
પક્ષી વ્હોટ્સઅપ હેલ્પલાઈન નંબર | 08320002000 |
પ્રાણીઓની તસ્કરી બાબતે હેલ્પલાઈન નંબર | 9727727826 |