WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Anganwadi Bharti 2025: મહિલાઓ માટે ખુશ ખબર! આંગણવાડીમાં વગર પરીક્ષાએ સીધી નોકરી, ફોર્મ ભરવાના ચાલું

Anganwadi Bharti 2025: હેલ્લો મિત્રો આજે નવી ભરતી માહિતી સમજીએ અહીં મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓમાં 2025-26 માટે મોટા પાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (ICDS) યોજના અંતર્ગત થઈ રહી છે, જેમાં આંગણવાડી કાર્યકર (Worker), મીની આંગણવાડી કાર્યકર (Mini Worker), અને આંગણવાડી તેડાગર (Helper)ની કુલ 9,895 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ એક ઉત્તમ તક છે મહિલાઓ માટે જેઓ પોતાના સ્થાનિક વિસ્તારમાં બાળ અને મહિલા કલ્યાણના ક્ષેત્રે યોગદાન આપવા ઈચ્છે છે.

આંગણવાડી ભારતી 2025 માટે પાત્રતાના માપદંડ

  • ઉમેદવાર મહિલા ગુજરાતની હોવી જોઈએ.
  • ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે.
  • ઉમેદવારે તે જ વોર્ડ અથવા ગામ/શહેરી વિસ્તારની રહેવાસી હોવી જોઈએ જ્યાં આંગણવાડી કેન્દ્ર આવેલું છે.
  • ઉમેદવાર મહિલાની ઉંમર આંગણવાડી કાર્યકર/મીની કાર્યકર તરીકે 18 થી 33 વર્ષ હોવી જોઈએ અને આંગણવાડી તેડાગર માટે 18 થી 43 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 30 ઓગસ્ટ, 2025ના રોજ થશે.

આંગણવાડી ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર અને મીની આંગણવાડી કાર્યકર તરીકે ઓછામાં ઓછું ધોરણ 12 (HSC) પાસ હોવું જોઈએ.
  • આંગણવાડી તેડાગર માટે ઓછામાં ઓછું ધોરણ 10 (SSC) પાસ હોવું જોઈએ.
  • નોંધ: ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે, પરંતુ મેરિટ ન્યૂનતમ લાયકાતના ગુણના આધારે નક્કી થશે. ધોરણ 8મું ધોરણ પાસ ઉમેદવારો માટે કોઈ જગ્યા નથી.

આંગણવાડી ભરતી 2025 માટે પગાર ધોરણ

  • આંગણવાડી કાર્યકર/મીની કાર્યકર માટે પગાર રૂપિયા 10,000 દર મહિને મળશે અને આંગણવાડી તેડાગર રૂપિયા 5,500 દર મહિને આપવામાં આવશે.
  • નોંધ: આ રકમ ગુજરાત સરકારના નિયમો મુજબ ચૂકવવામાં આવે છે.

આંગણવાડી ભરતી 2025 માટે જરૂરી દસ્તાવેજો

  • ધોરણ 10 અથવા 12ની માર્કશીટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (School Leaving Certificate) અથવા જન્મ તારીખનો પુરાવો
  • નિવાસનો પુરાવો (આધાર કાર્ડ, રેશન કાર્ડ, અથવા ડોમિસાઈલ સર્ટિફિકેટ)
  • જાતિ પ્રમાણપત્ર (SC/ST/OBC માટે, જો લાગુ હોય)
  • ગ્રેજ્યુએશન/પોસ્ટ-ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો ઉચ્ચ શિક્ષણ હોય તો)
  • મેડિકલ પ્રમાણપત્ર (પસંદગી પછી)

આંગણવાડી ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
  • હોમપેજ પર ‘Recruitment’ ટેબ પર ક્લિક કરો અને ‘Anganwadi Bharti 2025’ નોટિફિકેશન શોધો.
  • નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચો અને પાત્રતા ધોરણ ચકાસો.
  • ‘Apply Online’ લિંક પર ક્લિક કરો અને નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.
  • લોગઈન કરીને ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજનું પ્રિન્ટઆઉટ લો અને તે સાચવીને રાખો.

Leave a Comment